Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદ તાલુકાના ગામડી પ્રાથમિક શાળાના બાળકોના અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો:ઝાલોદ પોલીસે ત્રણ આરોપીઓને 1.42 હજારના સાથે ઝડપી જેલ ભેગા કર્યા

July 21, 2021
        1196
ઝાલોદ તાલુકાના ગામડી પ્રાથમિક શાળાના બાળકોના અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો:ઝાલોદ પોલીસે ત્રણ આરોપીઓને 1.42 હજારના સાથે ઝડપી જેલ ભેગા કર્યા

દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની માળી ફળિયાની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ ચોરી નો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને પકડી કુલ કિ.રૂ.1,42,500/- નો મુદ્દામાલ રિકવર કરતી ઝાલોદ પોલીસ 

ઝાલોદ તા.21

ઝાલોદ તાલુકાના ગામડી પ્રાથમિક શાળાના બાળકોના અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો:ઝાલોદ પોલીસે ત્રણ આરોપીઓને 1.42 હજારના સાથે ઝડપી જેલ ભેગા કર્યા

ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ નો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં ચાકલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જેમાં ઝાલોદ પોલીસ ને આ ગુનાની બાતમી મળતા જે બાતમીના શંકાસ્પદ બે ઈસમો ને પુછપરછ કરતાં બે ઈસમો દ્વારા કબુલાત કરતા કે ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજનો જથ્થો ચોરી કરી ઝાલોદ ની માર્કેટ યાર્ડમાં વેચાણ કરી દીધેલ જે કબુલાત કરેલ જેમાં આરોપી 1 પ્રમોદ કુમાર ઉફૅ નીલું ચીમનભાઈ જાતે ગણાવા 2 મહેશભાઈ પારસીગ ભાઈ જાતે ડામોર 3 પ્રીતેશભાઈ ચીમનભાઈ જાતે ગણાવા નાઓ એ ભેગા મળીને અશોક લેલન્ડ ટેમ્પો માં કુલ ચોરી નો મુદ્દામાલ ધઉની 14 બોરી તથા ચોખા ની 14 બોરી મળી કુલ 28 બોરી ની કુલ કિંમત રૂ 17,500/- મળી ને કુલ 1,42,500/- નો મુદામાલ પોલીસે કબજે કરી પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આમ દાહોદ જિલ્લાની માર્કેટ યાર્ડમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચાણ થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી ત્યારે એક તરફ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી ઓમા પણ કોઈ બાળક ભુખ્યુ ન રહે તેવા ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા શહેર તેમજ ગામડે અનાજનો પુરવઠો પહોંચાડે છે ત્યારે કેટલાક લોભિયા તેમજ ભ્રષ્ટ તત્વો દ્વારા આવા સસ્તા અનાજના અને સરકારી જથ્થાનો કાળા બજારી કરી રોકડી કરી લઈ પોતાની તિજોરીઓ ભરવામાં લાગ્યા છે 

તેમજ આ સિવાય પણ કેટલીક જગ્યાએ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે જ્યારે ઉરચ અધિકારીયો દ્વારા આ મામલે તટષ્ટ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો હજી કેટલાક અનાજના કાળાબજારી કરતાં તત્વોનો પદૉફાશ થાય તેમ છે આમ જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!