
નીલ ડોડીયાર :- દાહોદ
ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે જમીનમાં વાવેતર કરવા મામલે એ પરિવારો મારક હથિયારો સાથે બાખડ્યા: બંને પક્ષે પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે જમીનમાં વાવણી કરવા મામલે ગામમાં રહેતાં બે પરિવારો વચ્ચે ઝઘડો તકરાર થયાં બાદ છુટા હાથની મારમારી તેમજ કુહાડી, ધારીયા જેવા મારક હથિયારા ઉછળથાં બંન્ને પક્ષના મળી કુલ પાંચ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૯ મી જુનના રોજ પીપળીયા ગામે રહેતાં જીજ્ઞેશભાઈ હરસીંગભાઈ અમલીયાર, હરસીંગભાઈ વાલસીંગભાઈ અમલીયાર, પોપટભાઈ વાલસીંગભાઈ અમલીયાર અને દિલીપભાઈ પ્રેમાભાઈ અમલીયાર એમ ચારેય જણા પોતાના ગામમાં રહેતાં દેવીચંદભાઈ તુરસીંગભાઈ અમલીયારના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેતા હતાં કે, તમો આ જમીનમાં કેમ વાવણી કરો છો આ જમીન તો અમારી છે, તેમ કહી ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાયા હતાં અને પોતાની સાથે લાવેલ કુહાડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી દેવીચંદભાઈને તથા તેઓને વચ્ચે છોડવવા પડેલ મંજુલાબેનને માર મારી શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત દેવીચંદભાઈ તુરસીંગભાઈ અમલીયારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામાપક્ષેથી પીપળીયા ગામે રહેતાં હરસીંગભાઈ વાલસીંગભાઈ અમલીયારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેમના જ ગામમાં રહેતાં નાગરભાઈ ભેરૂભાઈ અમલીયાર, અલ્કેશભાઈ કડુભાઈ અમલીયાર, રાકેશભાઈ કડુભાઈ અમલીયાર અને દેવીચંદભાઈ તુરસીંગભાઈ અમલીયારે એકસંપ થઈ હરસીંગભાઈના ઘરે ધારીયા જેવા મારક હથિયારો સાથે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન તો અમારી છે તમે કોણ છો, તેમ કહી એકદમ ઉશ્કેરાયાં હતાં અને પોતાની સાથે લાવેલ ધારીયા વડે હરસીંગભાઈ અને પોપટભાઈને ધારીયા વડે અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત હરસીંગભાઈ વાલસીંગભાઈ અમલીયારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————————