
રાહુલ ગારી :- જેસાવાડા
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે શાકભાજી ભરેલી પીકઅપ પલટી ખાઈ: સદભાગ્યે કોઇ જાનહાનિ નહીં
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા
અકસ્માતના બનાવમાં ગાડીનો કચ્ચરઘાણ વળ્યો
જેસાવાડા તા.13
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે શાકભાજી ભરેલી પીકઅપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતા પીકઅપ ગાડીનો કચ્ચરઘાણ વળી જવા પામી છે. જોકે સદભાગ્યે કોઈ જાન હાની ન થયાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે.
વધુ મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશ તરફથી MH-14-U-3365 નંબરની પીકઅપ ગાડીમાં શાકભાજી ભરી આજરોજ વહેલી સવારે દાહોદના શાક માર્કેટ તરફ આવી રહી હતી. ત્યારે રસ્તામાં ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પીકઅપના ચાલકે બેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી રોડની સાઈડમાં ફંગોળાઈ હતી. જેના લીધે ગાડીનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. આ ઘટનાના પગલે રોજ ની આજુબાજુમાં શાકભાજી વિખેરાઇ ગઇ હતી.જોકે આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની ન થયાં હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે