બાબુ સોલંકી, સુખસર
બોટાદ જિલ્લાના રાણાપુરના અનુસૂચિત જાતિ રોહિત સમાજના શિક્ષિત અને સંસ્કારી કુટુંબના પુત્રનો વરઘોડો હાથીની અંબાડી ઉપર નીકળ્યો.!
દિલ્હી ખાતે આર્મી ઓફિસર તરીકે ફરજ બજાવતા રોહિત સમાજ ના યુવાનના લગ્ન એડવોકેટ કન્યા સાથે કરવામાં આવ્યા.
બંધારણમાં માનવા વાળા લોકો પોતાના હકક અને અધિકાર પ્રત્યે જાગૃત બની વધુ જુસ્સાથી પોતાના હક અને અધિકારો મેળવવા અને તેનું રક્ષણ કરવા કટિબદ્ધ બન્યા હોવાનો સંદેશ.
સુખસર,તા.23
બોટાદ જિલ્લાના રાણાપુર ગામના સુશિક્ષિત અને સંસ્કારી કુટુંબના તથા જીવનમાં સખત મહેનત કરીને જેણે જાત ઘસી નાખી છે એવા અનુસૂચિત જાતિના તુલસીભાઈ લવજીભાઈ મકવાણાના પુત્રનો વરઘોડો “હાથીની અંબાડી” ઉપર કાઢવામાં આવ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અનુ.જાતિના યુવકોને લગ્ન દરમિયાન ઘોડી પરથી ઉતારી દેતા હોય તથા વરઘોડા પર પથ્થરમારો કરતા હોય તેવી અનેક ઘટનાઓ ઘટી છે.જેને પરિણામે ડો.બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં માનવા વાળા લોકો પણ પોતાના હકક અને અધિકાર પ્રત્યે જાગૃત બની વધુ જુસ્સાથી પોતાના હકક અને અધિકારો મેળવવા તથા તેનું રક્ષણ કરવા કટીબદ્ધ બન્યા છે.ત્યારે આવા જ એક પ્રસંગમાં મુ.ચાંદખેડા અમદાવાદ ખાતે ચિ. વિજય મકવાણા(આર્મી ઓફિસર) સંગ ચિ. હિરલ કુમારી(એડવોકેટ) પોતાના લગ્નનો વરઘોડો હાથીની અંબાડી પર કાઢીને આ દેશમાં બંધારણ જ સવોપરી અને સર્વોચ્ચ છે.તથા દેશના સહુ નાગરિકો સમાન છે તેવો સંદેશો પાઠવ્યો હતો.
વિદ્યાર્થીકાળથી રાષ્ટ્ર ભાવના ધરાવી NCC માં “C” સર્ટિફિકેટ મેળવ્યા બાદ રાષ્ટ્રહિત કાજે ભારતીય સૈન્યમાં નિમણુંક મેળવી હાલમાં દિલ્હી ખાતે ફરજ બજાવતા વિજય મકવાણા(આર્મી ઓફિસર,ગામ:રાણપુર) અને હિરલ કુમારી(એડવોકેટ)ના શુભ લગ્ન પ્રસંગે નિમિત્તે ગઈકાલે આયોજીત કરવામાં આવેલ રિસેપ્શનમાં સંત શિરોમણી રવિદાસ યુથ કલબ-ગુજરાતના પ્રમુખશ્રી બાબુભાઈ એન.પારઘી(નિવૃત બેન્ક મેનેજર) તથા ટીમના સભ્યો શ્રી નરેશભાઈ ઝાલાવાડીયા(સમાજ યુવા અગ્રણી),શ્રી ઉમેદભાઈ રાઠોડ(ખારાપાટ રોહિત સમાજ અગ્રણી),શ્રી વિનુભાઈ પાટડીયા(શહેર પ્રમુખ)શ્રી દિલીપભાઈ મકવાણા(શહેર ટીમ સભ્ય),શ્રી ભરતભાઈ તોરણીયા પરમાર(શહેર ટીમ સભ્ય),શ્રી કપિલ કુમાર(એલ.એલ.બી.,શહેર ટીમ સભ્ય) દ્વારા નવદંપતિને સંત શિરોમણી સતગુરૂ રવિદાસજી અને ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો આપી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે શ્રી ગૌતમજી પરમાર(AMC),શ્રીપ્રવીણભાઈ મકવાણા(હેડકોન્સ્ટેબલ,LCB,શિયાણી),શ્રી દજ્જુ ભાઈ(પોલીસ વિભાગ),શ્રી વી.બી.પરમાર તથા શ્રી સંજયભાઈ સુમેસરાએ પણ નવદંપતિને સુખી લગ્નજીવનની ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે રાણપુરના વડીલો શ્રી જેઠાભાઈ દલાભાઈ મકવાણા અને શ્રી જગદીશભાઈ દલાભાઈ મકવાણા,ભુવાશ્રી અરવિંદભાઈ જેઠાભાઈ મકવાણા, શ્રીનટુભાઈ મકવાણા,શ્રી કાનજીભાઈ કાળુભાઈ મકવાણા તેમજ શ્રીહિતેષભાઈ મકવાણા,શ્રી ગણપતભાઈ મકવાણા, શ્રી પ્રકાશભાઈ મકવાણા, ,શ્રી રાહુલભાઈ મકવાણા,શ્રીચંદ્રેશભાઈ નટવરભાઈ મકવાણા સહિત સમાજના અનેક વડીલો અને આગેવાનોએ ઉપસ્થિત રહી નવ દંપતિને આશીર્વાદ આપ્યા હતા.