લુણાવાડામાં 10,000ની લાંચ લેવી નાયબ મામલતદાર જીજ્ઞેશ પંડ્યાને ભારે પડી,ACBનાં છટકામાં ઝડપાયા
મહિસાગર જીલ્લાના લુણાવાડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારને અરજદાર પાસેથી ૧૦,૦૦૦ની લાંચ લેવી ભારે પડી હતી.મહિસાગર એસીબીની ગોઠવેલી ટ્રેપમાં લાંચિયા અધિકારી ઝડપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે.અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવેલ છે. .
મહિસાગર એસીબી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર લુણાવાડા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં જીજ્ઞેશ પંડ્યા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.જીલ્લામાં રહેતા એક અરજદારે જમીનમાં નોંધ પાડવાની હોવાથી મળ્યા હતા.પણ નોંધ પાડવા માટે આ અધિકારી દ્વારા અરજદાર પાસે ૧૦,૦૦૦ લાંચની માંગણી કરવામા આવી હતી.જોકે અરજદાર લાંચની રકમ ન આપવા ઇચ્છતા હોવાથી તેમને મહિસાગર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.આથી એસીબીની ટીમ દ્વારા છટકૂં ગોઠવામા આવ્યુ હતૂં.જેમા નાયબ મામલતદાર જીજ્ઞેશ પંડ્યા મામલતદાર કચેરીમાં અરજદાર પાસેથી લાંચની ૧૦,૦૦૦ની રકમ લેતા ઝડપાઇ ગયા હતા.આરોપી અધિકારીને એસીબી ઓફીસ ખાતે લઇ જવાયો હતો.અને એસીબી પોલીસ દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.બનાવના પગલે મામલતદાર કચેરીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.