પંચમહાલના ગોધરામાં ધમધમતા જુગારધામ પર SMC ની રેડ, 11 ખેલીઓ ઝડપાયા,બે ફરાર…
મોબાઈલ ફોન, ટુ વ્હીલર વાહનો,તેમજ રોકડ સહિત 1.87 લાખનો મુદ્દામાલ ઝડપાયો..
દાહોદ તા. 16
પંચમહાલ જિલ્લાના વડુમથક ગોધરા ખાતે આજરોજ એસએમસી દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. જેની અંદર રૂપિયા એક લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.જેમાં 13 આરોપીઓની ધરપકડ કરતા કરવામાં આવી હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર એસએમસીના પી.આઇ એચવી તડવી ના સુચના અનુસાર બાદ બાતમી મળી હતી કે ગોધરાને મેસરી નદીના કિનારે ખુલ્લામાં જુગાર રમાડવામાં આવી રહ્યો છે આજરોજ પહેલી સવારે 8:15 કલાકે એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી હતી જેની અંદર રોકડા 1,17,000 રૂપિયા તેમજ 13 નંગ મોબાઈલ બે ટુ વ્હીલર તેમજ અન્ય સામાન મળી કુલ 1, 87,000 નું મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત 11 જેટલા ઈસમઓની ધરપકડ કરવામાં આવી હતી.બાકીના બે ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.આ રેડ ગોધરાના બી ડિવિઝન પોલીસમાં તકની હદમાં પાડવામાં આવી હતી આવો આ અગાઉ પણ ગોધરા એ ડિવિઝન ખાતે પણ એસએમસી દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી.