
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં બે બાઈકો સામસામે જોશભેર અથડાતા બન્ને મોટરસાયકલ ચાલકો ઇજાગ્રસ્ત
ગરબાડા તા.11
ગરબાડા તાલુકામાં બે બાઈકો સામ સામે અથડાતા સર્જાયેલા માર્ગ અકસ્માતના કારણે બન્ને બાઈક ચાલકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા છે.
ગરબાડા પંથકમાં વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે માર્ગ અકસ્માતના ગુનામાં વધારો જોવા મળે છે જોકે ગરબાડા તાલુકાના નવા ફળિયાના ગત રોજ પૂર ઝડપે આવતી બે બાઈકો સામ સામે ભટકાતા સર્જાયરલા માર્ગ અકસ્માતમાં બન્ને વાહન ચાલકો ફાંગોળાઈને જમીન પર પટકાતા તેઓને શરીરે ઈજાઓ પહોંચી હતી માર્ગ અકસ્માતના બનાવને પગલે ભેગા થયેલા આસપાસ ના લોકોએ બન્ને બાઈક ચાલકોને લોહી લુહાન અવસ્થા માં ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દીધા હતા જ્યાં એકની હાલત વધુ ગંભીર જણાતા તેને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો ત્યારે ગરબાડા પોલીસે બનાવ સંદર્ભે બન્ને બાઈક ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.