
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નીમચ ગામે નલ સે જલ યોજના નું ખાતમુહર્ત કરાયું..
ગરબાડા તાલુકાના નિમચ ગામે સરપંચ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નલ સે જલ યોજનાનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ ગરબાડા તાલુકામાં વિવિધ ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત કામોના ખાત મુહર્ત કરવામાં આવ્યા છે. જેમાં નલ સે જલ યોજનાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જેમાં આજે ગરબાડા તાલુકાના નિમચ ગામ ખાતે નલ સે જલ યોજનાનું ખાત મુહર્ત નિમચ ગામના સરપંચ વિજયભાઇ અમલિયાર ના હસ્તે નારિયળ ફોડી કરવામાં આવ્યું હતું. ખાત મુહર્તની વેળાએ પૂર્વ વિરોધ પક્ષના નેતા ભારતસિંહ અમલિયાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ આ નલ સે જળ યોજના અંતર્ગત નિમચ ગામના 2900 પરિવારોને પીવાનું પૂરું પાડવામાં આવશે સંલગ્ન વિભાગ દ્વારા જાણવા મળેલ છે.