રાહુલ ગારી :- ગરબાડા
કુદરતી આફત…ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે કમોસમી વરસાદમાં કાચું મકાન ધરાશાયી,ત્રણ મૂંગા પશુઓના મોત..
તલાટી દ્વારા સરકારી સહાય માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ..
ગરબાડા તા.10
ગરબાડા તાલુકામાં ગત રોજ સાંજના સમયે વાતાવરણમાં પલટાની સાથે જ ક મોસમી વરસાદ ખાબક્યો હતો જે વરસાદના કારણે ખેડૂતોના ઘઉ ના તૈયાર પાક પડી જતા નુકસાન પહોંચવા પામ્યું હતું.જ્યારે ઝરી બુઝર્ગ ગામના બારીયા ફળિયામાં માં રહેતા ભાભોર શકરાભાઈ મુળાભાઈનું કમોસમી વરસાદના કારણે કાચું મકાન ધરાશાઈ થવા પામ્યું હતું મકાન ધરાશાઈ થતા મકાનમાં બાંધેલ ત્રણ બકરા દીવાલ નીચે દબાઈ જતાં મોત નીપજ્યા હતા મકાન ધરાસાઈ થતા આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા અને દિવાલ નીચે દટાયેલા બકરાઓને કાઢવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની માનવજાનાની સર્જાઈ ન હતી ક મોસમી વરસાદના કારણે મકાન ધરાસાઈ થતાં શકરાભાઈ મુળાભાઈ ભાભોર ને અંદાજિત ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું ઘટનાની જાણ સરપંચ તેમજ તલાટીને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચકાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.