Sunday, 02/04/2023
Dark Mode

આફતરૂપી વીજળી: દાહોદ તેમજ ગરબાડામાં આકાશી વીજળી પડતા એક મહિલા સહિત બે વ્યક્તિઓના મોત બે ઈજાગ્રસ્ત..

March 17, 2023
        503
આફતરૂપી વીજળી: દાહોદ તેમજ ગરબાડામાં આકાશી વીજળી પડતા એક મહિલા સહિત બે વ્યક્તિઓના મોત બે ઈજાગ્રસ્ત..

રિપોર્ટર :- રાજેશ વસાવે /રાહુલ ગારી

આફતરૂપી વીજળી: દાહોદ તેમજ ગરબાડામાં આકાશી વીજળી પડતા એક મહિલા સહિત બે વ્યક્તિઓના મોત બે ઈજાગ્રસ્ત..

દાહોદ તા.17

દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાયકલોનિક સર્ક્યુલેશનની અસર ના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બે દિવસ અગાઉ પણ વરસાદ વર્ષમાં પામ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી દાહોદના આકાશમાં કાળા ડિબાગ વાદળોની પગથી આવી હતી.અને 11:00 વાગ્યાના સુમારે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ફાગણમાં અષાઢી માહોલ જામ્યો હતો. જોકે આ વરસાદી માહોલમાં આફત રૂપ બનીને આવેલી આકાશી વીજળી સાબિત થઈ હતી. જેમાં દાહોદ તાલુકાના બોરખેડા ગામે રાબડીયા ફળીયાની 57 વર્ષીય ગેદીબેન તાજુભાઈ માવી ઘર નજીક કામ કરી રહી હતી તે સમયે ઓચિંતી આકાશી વીજળી પડતા ગેદીબેનનું ઘટના સ્થળે મોતીપજ્યું હતું. જ્યારે આકાશી વીજળીની બીજી ઘટના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે બનવા પામી હતી.જેમાં કામરીયા ફળિયા ના રહેવાસી 70 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ખરાડના મકાનમાં આકાશી વીજળી પડી હતી.તે સમયે મકાનમાં હાજર 

મકનભાઈ મનુભાઈ ખરાડ,મનુભાઈ લાલજીભાઈ ખરાડ તેમજ સુરેખાબેન કમલેશભાઈ ખરાડ ઉપર આકાશી વીજળી મકાનનું છાપરું તોડીને પડી હતી.જેમાં સુરેખાબેન તેમજ કમલેશભાઈ ખરાડને ઈજાઓ પહોંચી હતી.જ્યારે 70 વર્ષીય મનુભાઈ ખરાડનુંનું મોત નીપજ્યું હતું. કડાકા ભડાકા સાથે આકાશી વીજળી પડ્યા બાદ આસપાસના ભેગા

થયેલા લોકોએ ઇજાગ્રસ્ત મહિલા તેમજ યુવકને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે મરણ જનાર મનુભાઈ ખરાડના પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!