
રાહુલ ગારી, ગરબાડા
સીમલીયા બુઝર્ગ ગામે લાગેલ આગ ની ધટના માં તત્કાલ સહાય ચુકવવામાં આવી.
ગરબાડા
તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી અને ગામના સરપંચના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યો
ગરબાડા તાલુકાના સીમલયા બુઝર્ગ ગામે ત્રણ દિવસ પહેલા એક મકાનમાં આગ લાગી હતી જેમાં મકાનમાં બાંધી રાખેલ બકરી, ભેસ અને પાડુ આગની લપેટમાં આવી ગયું હતું. આ આગમાં એક ભેંસનું પાડો બળી જવા પામ્યો હતુ.ગ્રામ પંચાયત દ્વારા પંચકેસ કરી નુકસાનીનો સર્વે તાલુકા પંચાયત ને સોંપવામાં આવ્યો હતો ગરબાડા તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી હીરલ પટેલ, સરપંચ જોવાનસીગભાઈ, અર્જુનભાઈ, વિસ્તરણ અધિકારી સંગાડા દ્વારા માનવીય અભિગમ દર્શાવી તત્કાલ મકાન માલિક રાઠોડ ભારતસીહ દીતાભાઈ ને 19,200 નો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો હતો.