
રાહુલ ગારી :- ગરબાડા
તાલુકા કન્યા શાળા ગરબાડા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની કન્યાશાળા ખાતે ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કન્યા શાળા ગરબાડા ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર હેલ્થ વિભાગ ના ડોક્ટર ધનલક્ષ્મી બેન રાઠોડ દ્વારા પ્રાસંગિક વ્યાખ્યાન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રાધા ભારત ગેસ એજન્સીના પ્રોપરાઇટર શ્રીમતી શીતલબેન રાઠોડ શૈક્ષિક સંઘ. શિક્ષક સંઘ ના પ્રતિનિધિ બહેનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બી.આર.સી . કો-ઓર્ડીનેટર ગરબાડા મહિલા વાલીઓ શાળાની બાલિકાઓ એ ભાગ લીધો હતો શાળાના આચાર્ય શ્રીમતી શૈલા દેવી બારીઆએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું