
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર કચેરી ખાતે મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો
ગરબાડા તા.03
સત્તાના નશામાં ચકચૂર ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા દ્વારા કરજણ તાલુકા મામલતદારશ્રી , નાયબ મામલદારશ્રી સાથે અશોમાન્ય વર્તન કરવા જે તા ૨૨ / ૦૨ / ૨૦૨૨ ના રોજ મોજે.માલોદ , તા.કરજણ , જી.વડોદરા ખાતે થયેલ ગમખ્વાર અકસ્માતના કારણે ત્રણ વ્યક્તિઓના આસ્મિક મ૨ણ થયેલ હોય , બનાવના સ્થળે ભરૂચ સાંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવા,તથા પૂર્વ ધા૨ાસભ્યશ્રી, કરજણ તિસભાઈ નિશાળીયા ગયેલ હતાં , આ દરમિયાન મામલતદા૨ શ્રી , ક૨જણ અને અન્ય મહેસુલી કર્મચારીશ્રીઓ અને પોલીસ અધિકારીશ્રીઓને ઘટના સ્થળે તેમની સાથે હાજર હતા . આ દરમિયાન ખોટી રીતે ઉશ્કેરાઇ માં આવી સાંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને પૂર્વ ધારાસભ્યશ્રીએ પોતાની ફરજ અન્વયે હાજ૨ ૨હેલ મામલતદારશ્રી એન.કે.પ્રજાતિ અને સંબંધિત સર્કલ ઓફીસરશ્રીને પોલીસ અધિકારીશ્રીઓ અને હાજ૨ લોકો વચ્ચે બિભત્સ ગાળો બોલી અશોભનીય વર્તન કરેલ છે . જે ઘટનાની વિગતો જોતાં , મામલતદાર કચેરીના કર્મચારી કે અધિકારીની આવી ઘટનામાં કોઇ જવાબદારી હોતી નથી , તેમ છતાં સાંસદ સભ્યશ્રી દારા ઘટના સ્થળે હાજ૨ ૨હેવા જણાવતાં મામલતદારશ્રી પોતાના કર્મચારી સાથે ઘટના સ્થળે હાજર રહેલ હતાં . તે દરમિયાન સાંસદ સભ્યશ્રીએ પોતાનો રોફ જમાવવા અને લોકોને અધિકારી અને કર્મચારી વિરૂધ્ધ ઉશ્કેરી સતી પ્રાર્રાધ્ધ મેળવવા આવું વર્તન કરેલાનું જણાય છે .જે કોઈ પણ પદાધિકારીને જેવું તેવું નથી . તેમજ પદાધિકારીઓ દ્વારા વારંવા૨ મહેસેલી કર્મચારી અધિકારીઓને ટાર્ગેટ કરી વિવાદસ્પદ નિવેદનો આપવામા આવે છે.મહેસુલી કર્મચા ૨ીઓ સાથે થતી આવી ઘટનાઓ થી કર્મચારીવર્ગમા એક રોષની લાગણી ફેલાયેલ છે .તથા આવી ઘટનાથી કર્મચારી અધિકારીશ્રીઓના મનોબળ ૫૨ વિપરીત અસર પડે છે.તેવા આક્ષેપો સાથે ગરબાડા મહેસુલ કર્મચારી ઓ તેમજ ગરબાડા મામલતદાર અનિલ જાદવ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવિયો હતો