
રાજેશ વસાવે :- દાહોદ
ભારતીય પત્રકાર સંઘની કારોબારી સમિતિની મિટિંગ યોજાઈ:જિલ્લા પ્રમુખ ઉપ પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ…
દાહોદ તા.03
દાહોદ શહેરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી ભારતીય પત્રકાર સંઘની કારોબારી સભામાં ઉપસ્થિત પત્રકારોની ઉપસ્થતિમાં દાહોદ જિલ્લાના સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા માટે પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ મહામંત્રી સહીત નવી કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જોકે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખે દાહોદ જિલ્લાના પત્રકારોના હિતોને ધ્યાને લઇ કામ કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોના હિતો તેમજ ન્યાય માટે સદૈવ અગ્રેસર થતા ભારતીય પત્રકાર સંઘ દ્વારા દેશમાં વિવિધ રાજ્યોમાં સહીત ગુજરાતના સંગઠન ને મજબૂત કરવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં પત્રકાર સંઘ નો ગત ટર્મ નો કાર્યકાળ પૂર્ણ થતા દાહોદ જિલ્લાના સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના કામ કરતા પત્રકારોના હિતો તેમજ ન્યાય માટે મજબૂતી લડવા માટે મજબૂત સંગઠન બનાવવા માટે દાહોદના સર્કિટ હાઉસ ખાતે મહાશિવરાત્રીના પર્વે ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદભાઈ પટેલ ની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં દાહોદ જિલ્લાના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પ્રમુખ તરીકે દાહોદ લાઈવ તેમજ શહદ સમાચારના ચીફ એડિટર ડો. ભાવેશ રાઠોડ ની વરણી કરવામાં આવી હતી. તેમજ TV -9 ના પત્રકાર પીન્ટુ પંચાલ ની જિલ્લા ઉપ પ્રમુખ તરીકે,રાજેશ વસાવે :- મહામન્ત્રી (ગુજરાત ટુડે ), પૂનમ નીનામા :- મંત્રી (DNTV news ), સુભાષ એલાણી :-. ખજાનચી (ચીફ એડિટર :- સિંધુ ઉદય ),નઇમ મુંડા :- શહેર ઉપ પ્રમુખ (મંતવ્ય, પરિવાર ન્યૂઝ ),કેતન ભટ્ટ :- કારોબારી સભ્ય (VNM news ), દીપેશ દોશી :- કારોબારી સભ્ય ( ધ -ગુજરાત લાઈવ, katibandh news ), કીંચિત દેસાઈ :- કારોબારી સભ્ય (વડપ્રદ ટુડે ), સાજીદ મલેક :- કારોબારી સભ્ય (સ્પાર્ક ટુડે ),(11)અનિલસિંહ જાદવ :- કારોબારી સભ્ય (ચીફ એડિટર :- ગુજરાત પબ્લિક વોઇસ ) સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ નવનિયુક્ત કારોબારી સમિતિની અભિનંદન આપવામાં આવ્યા હતા. જિલ્લા પ્રમુખ તરીકે ચૂટાયેલા ભાવેશ રાઠોડે પત્રકારોના હતો તેમજ ન્યાય ને મજબૂતી થી લડવા માટે તેમજ આવનારા સમયમાં મજબૂત સંગઠન ઊભું કરી ભારતીય પત્રકાર સંઘ ને નવી ઊંચાઇ પર લઇ જવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.