
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના અભલોડ લીલવા તળાવ પાછળ બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલકનું મોત
અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત
ગરબાડા : 01
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાંદડી ગામના માળ ફળિયામાં રહેતા નર્વતભાઈ ડામોર પોતાની મોટરસાયકલ લઈને ઘરેથી કસેક જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અભલોડ લીલવા તળાવ પાછળ નર્વતભાઈ ડામોરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી નીચે જમીન પર પછડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં નર્વતભાઈ ડામોર ઘટના સ્થળે જ મત નિપજ્યુ હતું ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસ દ્વારા પરિવારના લોકોને જાણ કરવામાં આવી હતી જેમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે