Thursday, 25/04/2024
Dark Mode

ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગના ત્રણ ફળિયામાં છ દિવસથી લાઈટ બંધ રહેતાગ્રામજનો અંધારપટ ભોગવવા મજબૂર 

January 24, 2023
        865
ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગના ત્રણ ફળિયામાં છ દિવસથી લાઈટ બંધ રહેતાગ્રામજનો અંધારપટ ભોગવવા મજબૂર 

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગના ત્રણ ફળિયામાં છ દિવસથી લાઈટ બંધ રહેતાગ્રામજનો અંધારપટ ભોગવવા મજબૂર 

ગરબાડા તા.24

ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ  ગામમા છેલ્લા છ દિવસથી લાઈટો બંધ રહેતા ત્યાંના ગામજનો અંધારાની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સીમળીયા બુઝર્ગ ગામના ડુંગરા ફળિયા,હોળી ફળિયા અને ગામતળમાં તારીખ 18મી થી લાઇટ બંધ થતા આ ફળિયાના 200 મકાનો છેલ્લા છ દિવસથી લાઈટ વગર અંધારામાં રહેવા મજબૂર બન્યા છે આ ફળિયાના રહીશો દ્વારા એમજીવીસીએલ ગરબાડા ને લેખિતમાં અરજી કરવા છતાં હજુ સુધી લાઈટ ચાલુ કરવામાં આવી નથી. લાઈટ બંધ રહેતા ગૃહિણીઓ ને અંધારામાં રસોઈ બનાવવા અને બાળકો નું રાત્રી દરમિયાન શિક્ષણ પણ બગડી રહ્યું છે ત્યારે એમજીવીસીએલને વહેલી તકે આ ત્રણ ફળિયાની લાઈટની સમસ્યા હલ થાય તે જરૂરી બન્યું છે.

 એમજીવીસીએલ ના અધિકારી કા.ઈ (એસ.એલ પરમાર) સાથે વાત કરતા : સીમળીયા ગામની ત્રણ ફળિયાની લાઇન  પર આવેલી ટ્રાન્સફોર્મર ખરાબ થતા લાઈટ બંધ છે ટ્રાન્સફોર્મર મંગાવવામાં આવ્યું છે જે આવતા વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!