રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા ના જેસાવાડા ગામ ખાતે વર્ષો જુના તળાવ ની સાફ સફાઈ હાથ ધરાઈ
ગરબાડા તા.18
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના જેસાવાડા ગામ ખાતે જેસાવાડા ગામ પંચાયત દ્વારા વર્ષો થી બીસ્મર પડેલા તળાવ ની સાફ સફાઈ જેસાવાડા ગામ ના સરપંચ ચંદ્રભાણસિહ કટારા દ્વારા આ તળાવની સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આ તળાવની સફાઇ થવાથી જેસાવાડા ગામ ના લોકો ને ઢોરને પીવડાવવા માટે અને નાવા ધોવા માટે પણ તકલીફ સામનો કરવો પડી રહ્યો હતો અને આગળ અનેક વાર રજૂઆતો કરવા છતાં આ તળાવ ની સાફસફાઈ કરવા માં ના આવી હતી અને અંતે નવા નિમાયેલા સરપંચ ચંદ્રભાણસિંહ કટારા દ્વારા ગામ લોકો આ તકલિફ નો સામનો ના કરવો પડે તે માટે તળાવની સાફ સફાઇ ની સાથે ગામ ની સુખા કારી માટે નારિયળ ફોડી શુભમુહરત કરવા માં આવ્યું હતું આ વેળાએ જેસાવાડા ગામ ના ડેપ્યુટી સરપંચ વિજયભાઇ તથા અને કટારા ઉમેશભાઈ ઉદેસિંગભાઇ અનિલભાઈ અને વૈભવ ભાઇ ઉપસ્થિત રહ્યા હતા અને આ તળાવની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી