
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના પીપલારામાં પ્રેમ પ્રકરણની હત્યામાં મહિલા સહિત ચાર ને ત્રણ દિવસના રિમાન્ડ.
પેટા÷મોબાઈલ વપરાયેલી બાઈક સફેદ ચાદર રિકવર કરવાની બાકી તેમજ ઘટનાનું રિકન્શટ્કશન કરવાનું હોવાથી રિમાન્ડ માંગ્યા હતા.
સુખસર ,તા18
ફતેપુરા તાલુકાના પીપલારા ગામે મળેલી લાશનો ભેદ ઉકેલાયો તેમાં પતિની પત્ની અને પ્રેમીએ વિધિ કરવાના બહાને ડુંગરા ગામે લઈ જઈને હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.ત્યારે આ પ્રકરણમાં પકડાયેલી મહિલા સહિત ચાર આરોપીઓના કોર્ટ પાસેથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામના રમણભાઈ નાથાભાઈ બરજોડની પીપલારા ગામે બ્રિજ નીચેથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.પત્ની રેશમબેન ઘુઘસ ગામના પ્રેમી બોરીયાભાઈ સાથે મળીને રમણભાઈને પાગલ કરી દેવા કે મારી નાખવા રાજસ્થાનના ભૂવા પાસે વિધિ કરાવી હતી. પરંતુ મૃતક રમણભાઈ પાગલ થયા ન હતા કે તેમનું મોત નિપજ્યું ન હતું. ત્યારબાદ ઘુઘસ ગામના ચીમન સવજી બારીયા અને ડુંગરા ગામે રહેતા રેશમના ભાઈ રાકેશ ભીમા દામાને પણ હત્યાના કાવતરામાં સામેલ કર્યા હતા.રમણભાઈને ભુવાની વિધિ કરાવવાના બહાને ડુંગરા ગામે લઈ જઈને ગળુ દબાવી હત્યા કરીને લાશ સગેવગે કરી નાખી હતી.આ પ્રકરણમાં ફતેપુરા પોલીસે ચાર આરોપીને ઝડપી ફતેપુરા કોર્ટમાં રજૂ કર્યા હતા. ઝડપાયેલા ચારેય આરોપીના મોબાઈલ,હત્યાના ગુનામાં વપરાયેલી મોટરસાયકલ,સફેદ ચાદર રિકવર કરવાની બાકી હોવાથી તેમજ ઘટનાનું રિકટ્કશન કરવાનું હોવાથી ફતેપુરા પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે ફતેપુરા કોર્ટે ચારેયને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર રાખવાની મંજૂરી આપી હતી.