
રાહુલ ગારી :- ગરબાડા
ઝરીબુજર્ગ PCH ખાતે આરોગ્ય વિભાગની નવી એમ્બ્યુલસ નું લોકાર્પણ કરવામાં આવ્યું
ગરબાડા તા.19
ગરબાડા તાલુકાની ઝરીબુજર્ગ PCH ને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા વર્ષ 2021/22 ની ગ્રાન્ટ માંથી વિસ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી જેમાં ગરબાડા તાલુકાના છેવાડાના માનવી સુધી આરોગ્ય વિભાગની સુવિધા મળી રહે અને આ વિસ્તાર ના ગરીબ લોકોને તકલીફ નો સામનો ન કરવો પડે તે માટે ઝરીબુજર્ગ PCH ને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધારાસભ્ય અને ઝરી ના જિલ્લા સભ્ય તેમજ સરપંચ તાલુકા હેલ્થ ઓફીસર એ આર ડાભી અને TDO હિરલ પટેલ સહિત વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત માં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા રીબીન કાપીને લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ઝરી PCH ના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ આશાવર્કર અને ગામલોકો પણ ઉપસ્થિત રહ્યા હતા