
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા સરકારી વિનયન કોલેજ ખાતે “રાષ્ટ્રીય યુવા દિવસ”ની ઉજવણી કરાઈ…
ગરબાડા તા.12
આજે 12/1/ 2023 ના રોજ સરકારી વિનયન કોલેજ ગરબાડા ખાતે “રાષ્ટ્રીય યુવા દિવસ”ની ઉજવણી નિમિત્તે કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના આચાર્યશ્રી, પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. એસ. આર. શેખાવતે સ્વામી વિવેકાનંદ ના જીવન કવન વિશે ખૂબ ઝીણવટ ભરી માહિતી આપી હતી તે રીતે જ કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. જીગ્નેશ પંડ્યા એ સ્વામી વિવેકાનંદ – યુવાનો તથા જીવન મૂલ્યો વિશે ખૂબ સરસ વ્યાખ્યાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને “ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” નો સંદેશો આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. યોગેશચંદ્ર એચ .ડામોરે કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સમાપન પ્રા. અશ્વિન એસ. મેડા દ્વારા કરવામાં આવ્યું હતું.