
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના વડવા ખાતે ડાકણના વહેમે ભાભીને કુટુંબી દિયરઓએ માર મારતા ફરિયાદ નોંધાઈ
ગરબાડા તા.14
ગરબાડા તાલુકાના વડવા ગામના ગાળા ફળિયા ખાતે પંકજભાઈ મલાભાઇ માવી તથા શકરાભાઈ મલાભાઇ માવી નબળીબેન ને તમે ડાકણ છો અને અમારા ઘરના માણસોને બીમાર પાડો છો તેમ કહી ગમે તેમ ગાળો બોલી પંકજભાઈ મલાભાઇ માવીએ નબળીબેન ને શરીરના તથા પેટના ભાગે પાવડા નો માર મારી અને શકરાભાઈ મલાભાઇ માવીએ ગાળો બોલી ગદા પાટુનો માર મારી જાનતી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા ઈજાગ્રસ્ત નબળીબેન ને 108 મારફતે સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં પાંચ દિવસ રાખ્યા પછી નિકાલ નહીં થતા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.