Saturday, 20/04/2024
Dark Mode

રોજગારી તેમજ સિંચાઈના અભાવે દાહોદ જિલ્લામાં સૌથી વધુ ગુજરાત તરફ પલાયનમાં ગરબાડા તાલુકો પ્રથમ ક્રમાંકે.

December 1, 2022
        13457
રોજગારી તેમજ સિંચાઈના અભાવે દાહોદ જિલ્લામાં સૌથી વધુ ગુજરાત તરફ પલાયનમાં ગરબાડા તાલુકો પ્રથમ ક્રમાંકે.

રાહુલ ગારી, ગરબાડા 

 

રોજગારી તેમજ સિંચાઈના અભાવે દાહોદ જિલ્લામાં સૌથી વધુ ગુજરાત તરફ પલાયનમાં ગરબાડા તાલુકો પ્રથમ ક્રમાંકે.

વર્ષોથી પ્રભુત્વ ધરાવતા નેતાઓ હોવા છતાં ગરબાડા તાલુકો પલાયનમાં પ્રથમ..

 

દાહોદ જિલ્લામાંથી 2.50 લાખથી વધુ હીજરતી મતદારો પૈકી સૌથી વધુ 43,546 મતદારો ગરબાડા પંથકમાંથી નોંધાયા…

 

ગરબાડા પંથકના મોટા ગામ ભાગના ગામડાઓ ખાલી:પરિવાર સાથે બાળકો પણ પલાયન કરતા શાળાઓમાં ડ્રોપ આઉંટ રેશીયામાં પણ વધારો..

 

દાહોદ તા.01

 

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ગરબાડા ગરબાડા તાલુકો 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે.અહીંયા સૌથી વધુ પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો વટવાટ કરે છે.અહીંયા મોટા ઉદ્યોગ કેન્દ્ર તેમજ શિક્ષણ પુરતા પ્રમાણમાં નહીં મળતા હજી સુધી ગરબાડા તાલુકો પછાતની ગણતરી આવે છે.જેના પગલે અહીંયા વસવાટ કરતા મોટાભાગના આદિવાસીઓ ગરીબ ના ગરીબ જ રહ્યા છે.પંથકમાં મોટા ઔદ્યોગિક એકમો ન હોવાના કારણે અહીંના સ્થાનિક લોકોને રોજગારી માટે ગુજરાત મજૂરી કામ અર્થે પલાયન થઈ રહ્યા છે.ત્યારે એક બાજુ વહીવટી તંત્ર દ્વારા મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.ત્યારે બીજી બાજુ રોજગારી ન મળવાના કારણે લોકો મતદાન કરવાનું છોડીને રોજગારી માટે પોતાનું પેટીયુ રઢવા માટે ગુજરાત મજુરી કામ અર્થે જઈ રહ્યા છે હવે બીજી બાજુ પ્રશ્ન એમ પણ ઉભો થાય છે પ્રાથમિક સુવિધા અને જરૂરી સગવડો ઊભી કરવામાં નેતાઓને રસ નથી જે તે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને રોજગારીનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી માત્ર રજૂઆત કરી મતદારો સંતોષ માને છે અને કાર્યક્રમો આવે છે ત્યારે નેતાઓ દેખાય છે અને પછી દેખાતા નથી જેના કારણે સ્થાનિક લોકોમાં ચૂંટણીને લઈને કોઈ રસ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે અહીંયા જાતિ સમીકરણ ની વાતો કરીએ તો 2,15,923 એસ.ટી મતદારોની સંખ્યા છે ત્યારે 41521 પટેલિયા મતદારોની સંખ્યા છે 5736 ઓબીસી મતદારો છે જેમાં ગરબાડા તાલુકામાં રોજગારી તથા શિક્ષણના અભાવે આદિવાસી સમાજના લોકો પોતાના દીકરા દીકરીઓની સાથે મજૂરી કામ અર્થે ગુજરાતમાં મજૂરી કરવા માટે પલાયન થઈ રહ્યા છે અને પોતાના બાળકોનુ શિક્ષણના મળવાના કારણે તેઓનું જીવન અંધકારમય બની રહ્યું છે.તો આદિવાસી સમાજના લોકો રોજગારીના અભાવે મજૂરી કામ અર્થે બહાર ગયા છે અને સરકાર દ્વારા તેઓને સવેતન આપીને મતદાન કરવા માટેની જાહેરાત કરવામાં આવી રહી છે. તો હવે જોવાનું રહ્યું સ્થાનિક રોજગારી ન મળવાને કારણે હિજરત કરનારા આદિવાસી પરિવારો ધંધો રોજગાર છોડીને મતદાન કરવા માટે આવશે ખરા તે એક મોટો પ્રશ્ન છે….? અત્રે ઉલ્લેખની છે કે આદિવાસી બાહુબલ ધરાવતા અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક પરિવારોના જરૂરી દસ્તાવેજો બનાવેલા ન હોવાથી તેઓ સરકારી ચોપડે મતદાર તરીકે નોંધાયા નથી.પરંતુ દાહોદ જિલ્લામાં.15% કરતાં પણ વધારે એટલે અઢી લાખ કરતાં પણ વધુ મતદારો પોતાના પરિવારો તેમજ બાળકો સાથે રોજગારની તલાશમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પલાયન કરી ગયા છે તેમાંય જિલ્લામાં સૌથી વધારે 43,546 જેટલા મતદારો પોતાના પરિવારના સભ્યો તેમજ નાના ભૂલકાઓ સાથે મજૂરી અર્થે બહાર ગામ ગયા છે. જેના પગલે અહીંયાના પરિવારોના બાળકોને ભણતર ના અભાવે અશિક્ષિત રહ્યા છે. જેના પગલે પંથકમાંથી ડ્રોપ આઉટ રેશિયો પણ વધારે છે. હવે સરકાર દ્વારા બહારગામ ગયેલા મતદારોને મતદાન કરવા માટે સવેતન રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આગામી પાંચમી ડિસેમ્બરના રોજ લોકશાહીના આ પર્વમાં અઢી લાખથી વધારે હિજરતી મતદારો પૈકી કેટલા મતદારો પરત આવે છે. તે હાલ કહેવું અશક્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!