Saturday, 27/07/2024
Dark Mode

દે.બારિયામાં વન્ય પ્રાણી રીંછના હુમલામાં આધેડ મહિલાનું મોત 

December 1, 2022
        684
દે.બારિયામાં વન્ય પ્રાણી રીંછના હુમલામાં આધેડ મહિલાનું મોત 

ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા 

 

દે.બારિયામાં વન્ય પ્રાણી રીંછના હુમલામાં આધેડ મહિલાનું મોત 

 

 દે.બારિયા તાલુકાના સીંગોર ગામના ખેડા ફળીયાની ઘટના..

 

વહેલી સવારે કુદરતી હાજતે ગયેલી મહિલા પર રીંછનો હુમલો..

દે.બારિયામાં વન્ય પ્રાણી રીંછના હુમલામાં આધેડ મહિલાનું મોત 

ખેતરમાં કામ કરતી મહિલાઓએ બૂમાબૂમ કરતા રીંછ જંગલમાં ભાગ્યો..

 

પોલીસે મહિલાના શબ ને પીએમ અર્થે સરકારી દવાખાને મોકલ્યો 

 

વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ

.દે.બારિયામાં વન્ય પ્રાણી રીંછના હુમલામાં આધેડ મહિલાનું મોત 

 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સીંગોર ગામે વહેલી સવારે કુદરતી હાજતે જતી 51 વર્ષની આધેડ મહિલા પર એકાએક આવી ગયેલા વન્યપ્રાણી રીછે જીવલેણ હુમલો કરતા વન્ય પ્રાણી રીંછના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી ઇજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્તા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માનવ વસાહતમાં વન્ય પ્રાણી રીંછના હુમલાના પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર દેં. બારીયા તાલુકાના સિંગોર ગામના ખેડા ફળીયાની રહેવાસી 51 વર્ષીય રયલીબેન રયજીભાઈ બારીયા આજરોજ સવારે 6 વાગ્યાના અરસામાં ઘરની નજીક કાચા રસ્તા પર કુદરતી હાજતે જવા નીકળ્યા હતા.તે સમયે અચાનક આવી ચડેલા વન્ય પ્રાણી રીંછ દ્વારા મહિલા પર હુમલો કરી મહિલાના મોઢાના ભાગે ગંભીર રીતે હુમલો કરતા આસપાસના ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓએ જોર જોરથી બૂમરાણ મચાવતા આસપાસના લોકો ભેગા થાય તે પહેલા રીંછ જંગલ તરફ ભાગી ગયો હતો.જોકે બીજી તરફ વન્ય પ્રાણી રીછના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી રઇજીબેન બારીયા ફસડાઈને જમીન પર પડી ગઈ હતી. જ્યાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા દેવગઢબારિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી રઈજીબેન ની લાશને પીએમ માટે દેવગઢબારિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

 

 *વન્ય પ્રાણી રીછના હુમલાના પગલે વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા.*

 

 વહેલી સવારે સિગોરના ખેડા ફળિયાની 51 વર્ષે મહિલા પર વન્ય પ્રાણી રીછ દ્વારા હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના (IFS) આર.એમ પરમાર, નાયબ વન સંરક્ષક દેવગઢબારિયા, (IFS) પ્રશાંત તોમર, મદદનીશ વન સરક્ષક દેવગઢ બારીયા પરીક્ષત્ર વન અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની તપાસ હાથ ધરી પંચ કેસ કરવામાં આવ્યું હતું. તેમજ મને પ્રાણીના હુમલામાં મરણ પામેલ વ્યક્તિને સરકાર તરફે પાંચ લાખનું વળતર ની જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના અંતર્ગત વળતર માટેની કાર્યવાહી વન વિભાગ ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે વન વિભાગ ની ટીમે આસપાસના સ્થાનિકોને અપીલ કરી હતી કે આસપાસના વિસ્તારમાં વન્યપ્રાણી રીંછની અવર-જવર જોવાય તો તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરવી તેમજ સાંજના સમયે અંધારામાં જંગલ તરફ જવાનું ટાળવું, સાથે સાથે ચારથી પાંચ લોકોના સમૂહમાં ટોર્ચ રાખી મોટા અવાજે વાતો કરતા જેવું તેમજ આસપાસ સતત આપણું બળતું રહે તેવી યોગ્ય અજવાળું રાખવું સાહિત્ય તકેદારી રાખવા સ્થાનિકોને અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!