
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા દાદુર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ…
પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા માં આવી હતી જેમાં રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સુરમલભાઈ ભુરીયા દ્વારા સોળસો મીટર દોડ નો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમત ગમત માટેનું સ્થળ દિવ્ય જ્યોત માધ્યમિક શાળા ખાતે રાખવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના છોકરા છોકરીઓ રમત-ગમતમાં આગળ આવે તેમ જ પોતાના નામ આર્મીને પોલીસ જેવી ભરતીમાં પોતાનું ભવિષ્ય બનાવે તે ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રમત-ગમતમાં પ્રથમ નંબર ભુરીયા મેસુભાઈ જવાલાભાઇ બીજો નંબર ભુરીયા માનસિંગભાઈ હિંમતભાઈ તેમજ ત્રીજો નંબર મેડા કાજુભાઈ મંગાભાઈ એ પ્રાપ્ત કર્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બાંધકામ સમિતિના ચેરમેન લલીતભાઈ બારીયા સ્વામી વિવેકાનંદ યુવક મંડળ પ્રમુખ વિક્રમભાઈ ભાભોર તેમજ મયંકભાઇ ભુરીયા આદિજાતે ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ ભે સંચાલક રાહુલભાઈ સંગાડા તેમજ તાલુકા પંચાયત સભ્ય રમણભાઈ જોતીયાભાઈ ભુરીયા અને ગ્રામ પંચાયત સરપંચ દાદુર વિપુલભાઈ બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.