
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના નીમચ ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક બાળ કિશોર સહીત બે ને ઝડપ્યા
દાહોદ તા.26
ગરબાડા તાલુકાના નીમચ ગામેથી બિનઅધિકૃત રીતે દારૂની હેરાફેરી કરતા બે ઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પકડાયેલા બે ઈસમો પૈકી એક બાળ કિશોર હોવાનું સામે આવ્યું છે.સ્થાનિક પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ નો જથ્થો,મોબાઈલ અને બાઇક મળી 85,560 નો મુદ્દા માલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પવનકુમાર પરથીભાઇ દેવડા રહે.ગરબાડા ગારી ફળીયા તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર અતુલભાઇ મુકેશભાઇ પંચાલ ગતરોજ ગરબાડા તાલુકાના નીમચ ગામે પોતાના કબ્જાની GJ.20.AP.0500 નંબર ની બર્ગમેન મોપેડ ગાડી પર બિનઅધિકૃત રીતે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ ભરી લાવતા ગરબાડા પોલીસે તેમની મોપેડ ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ ટીન બીયરની બોટલો મળી 46,596 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ 35,000 નંબરની મોપેડ તથા 4,000 રૂપિયાના બે મોબાઈલ ફોન મળી 85,560 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ઉપરોક્ત બંને ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા છે.