
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસની સરાહનીય કામગીરી…કતવારામાં પરિવારજનોથી વિખુટી પડેલી અઢી વર્ષની નાની બાળકીનું પુનઃ મિલન કરાવ્યું…
જાગૃત નાગરિક અને પોલીસના સનિષ્ઠ પ્રયાસો થકી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતા હર્ષની અશ્રુધારા વહી નીકળી..
અઢી વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવવામાં સોશિયલ મીડિયાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો…
ગરબાડા તા.24
ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે દિવાળી તહેવારના અનુસંધાને પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પાંચવાડા ગામના ગીતાબેન અનેસીંગ ડામોર તથા ખારવા ગામના વિક્રમભાઇ રમેશભાઇ ભુરીયાને કતવારા ગામમાથી તેની માસીથી છુટી પડેલ અઢી વર્ષની એક નાની બાળકી અક્ષીતાબેનને ગરબાડા પોલીસ સ્ટેશને લઇને આવતા બાળકીના માતા – પિતાની શોધખોળ કરવા સારૂ નાની બાળકીના ફોટા પાડી ગરબાડા પો.સ્ટે.વિસ્તારના ગામડાના સરપંચો તથા એમ.પી.ના નજીકના સેજાવાડા ગામડાના સરપંચોનો સપંર્ક કરી ફોટા પાડી વ્હોટસઅપ કરતા સદર નાની બાળકી ગાંગરડા ગામના ભાભોર ફળીયાની હોવાનુ જણાયેલ અને નાની બાળકીની માતા સુરતીબેન મહેશભાઇ ભાભોર નો સંપર્ક કરી તેને ઘરેથી લઇ આવેલ અને નાની બાળકી અક્ષીતાનો તેઓને સોપવામા આવી હતી. આમ ગરબાડા પોલીસને આ કામગીરીમા સહાય કરનાર નાગરીકો ગીતાબેન અનેસીંગ ડામોર તથા ખારવા ગામના વિક્રમભાઇ રમેશભાઇ ભુરીયા ને ગરબાડા પોલીસ તરફથી દિવાળીની શુભેચ્છા પાઠવી મીઠાઇ આપી સન્માન કરી તથા ગુમ થનાર અક્ષીતા તથા તેમની માતા સુરતીબેન મહેશભાઇ ભાભોરને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી મીઠાઇ આપી તેમના ઘર સુધી પહોચાડી સરાહનીય કામગીરી કરેલ છે .
આમ ગરબાડા પોલીસને નાની બાળકી અક્ષીતાને તેના માતા સાથે મીલન કરાવવામા ગરબાડા પોલીસ ને સફળતા મળી હતી .