
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નેલસૂર ગામે ધારાસભ્યની અધ્યક્ષતામાં ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરાઈ…
ગરબાડા તા.02
પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારી 2 ઓક્ટોબરના રોજ શ્રી વણીકર દાદા આશ્રમશાળા ખાતે ગરબાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ની અધ્યક્ષતામાં ગાંધી જયંતી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમને શરૂઆત સ્વચ્છતા અભિયાન રેલીને લીલી ઝડી આપી ને કરવામાં આવી હતી આ રેલીમાં સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તેમજ સરપંચ ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ લોકો અને બાળકો જોડાયા હતા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશ ભક્તિ ગીત અભિનય ગીત તેમજ ગરબા અને વકૃત સ્પર્ધા માં ભાગ લઈ રજૂ કરી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અનિલભાઈ એ સ્વાગત પ્રવચન કર્યું હતુ જ્યારે પ્રસંગ અનુરૂપ પ્રવચન સંસ્થાના ઉપપ્રમુખ શ્રી કાળુભાઈ એચ ભુરીયા મંત્રી શ્રી ધૂળાભાઈ બારીયા તેમજ ચંદ્રિકાબેન બારીયા એ કર્યું હતું કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને ઉપસ્થિત મહા અનુભવો દ્વારા પ્રોત્સતન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું.