Friday, 29/03/2024
Dark Mode

6 મહિનાથી મોહનખોબ પાણી પુરવઠા યોજના બંધ,લાઈનમાં કચરો જામ થયાનું પંચાયત નું રટણ ગરબાડામાં અડધો વિસ્તાર ટેન્કરના સહારે

October 2, 2022
        313
6 મહિનાથી મોહનખોબ પાણી પુરવઠા યોજના બંધ,લાઈનમાં કચરો જામ થયાનું પંચાયત નું રટણ ગરબાડામાં અડધો વિસ્તાર ટેન્કરના સહારે

રાહુલ ગારી, ગરબાડા

 

6 મહિનાથી મોહનખોબ પાણી પુરવઠા યોજના બંધ 

લાઈનમાં કચરો જામ થયાનું પંચાયત નું રટણ ગરબાડામાં અડધો વિસ્તાર ટેન્કરના સહારે

ગરબાડા ગ્રામ પંચાયતમાં હાલમાં ત્રણ યોજના દ્વારા નગરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે . ત્રણે યોજનાથી ગામતળમાં પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ ગરબાડા નગરના અડધા વિસ્તારમાં મોહનખોબ યોજનાથી પાણીની સપ્લાય કરવામાં આવે છે . ગત ઉનાળામાં મોહનખોબ તળાવમાં પાણીના સ્તર નીચા જતા કાદવ વાળું પાણી આવતા આ યોજનાને પંચાયત દ્વારા હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી હતી . જેને આજે છ માસ થવા આવ્યા છતાં આ પાણી પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો નથી . પરંતુ હાલમાં આ તળાવમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય ફરીથી આ યોજના ચાલુ કરી બસ સ્ટેશન વિસ્તાર આઝાદ ચોક વિસ્તાર અને સડક ફળિયામાં નળ લાઈન ચાલુ કરવામાં આવી નથી . આ વિસ્તારના લોકો ટેન્કર દ્વારા પીવાનું તથા વાપરવાનું પાણી મંગાવી રહ્યા છે . ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને પંચાયત દ્વારા લાઈન ચોકપ થઈ હોવાનું વારંવાર રટણ કરવામાં આવી રહ્યું છે . પરંતુ આ ચોકઅપ થયેલી લાઈન ચાલુ કરવામાં હજી કેટલા દિવસ લાગશે એ તો સમય જ બતાવશે પરંતુ હાલમાં આ ગરબાડા નગરના અડધા વિસ્તારને કેટલા સમય સુધી ટેન્કરના સહારે રહેવું પડશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!