Saturday, 03/12/2022
Dark Mode

ગરબાડા:ઘરફોડ ચોરીના બે ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી જેલભેગા કર્યા..

September 30, 2022
        1286

 રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા:ઘરફોડ ચોરીના બે ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી જેલભેગા કર્યા..

ગરબાડા તા.30

નાયબ પોલીસ મહાન નિરક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબ પંચમહાલ તથા ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ દાહોદ જિલ્લા ના પોલીસ સ્ટેશન વિસ્તાર શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને ગુનાઓ મા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા અસરકારક પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે જગદીશ બાગરવા સાહેબ પોલીસ અધિક્ષક મદનીશ પોલીસ અધિક્ષક દાહોદ વિભાગ દાહોદ તથા જે એમ ખાટ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદ ના માર્ગદર્શન જેસાવાડા પી.એસ.આઇ એન.એમ રામી તથા જેસાવાડા સર્વેલન્સ સ્કોડ ના માણસો રાહુલભાઈ નવલસિંહ તથા મનોજકુમાર જસવંતસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને બાતમી હકીકત મળેલ કે લીમખેડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.રજીસ્ટ્રેશન નંબર 007/2022 ઇ પી કલમ 379/114 મુજબ તથા અમદાવાદ શહેર જી આઇ ડીસી વટવા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ ર ન 377/2021ઇપીકો કલમ 454/457/380 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે મુકેશભાઈ મડીયાભાઈ ભાભોર રહે આંબલી ખજુરીયા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ ના હાલમાં તેના ઘરે હોવાની બાદમે આધારે તેને ઘરે જઈ તપાસ કરતા આરોપી તેના ઘરે હાજર મળી આવતા આરોપીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ જેસાવાડા પોલીસને ઘર ફોડ ચોરીના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!