ગરબાડાના પાટાડુંગરી ડેમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અનોખી ઉજવણી: દીવા પ્રગટાવી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના પાટાડુંગરી ડેમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અનોખી ઉજવણી: દીવા પ્રગટાવી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ 

દાહોદ તા. 17

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ સેવા અને ભક્તિભાવ સભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગરબાડા તાલુકાના પ્રસિદ્ધ પાટાડુંગરી ડેમ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે પાટાડુંગરી ડેમના જળાશય કિનારે દીવા પ્રગટાવીને વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની ઉન્નતિ માટે આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

જેમ પાણી જીવન આપે છે અને દીવો અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે છે, તેમ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિના પંથે આગળ વધે તેવા શુભ આશય સાથે સ્થાનિકો અને કાર્યકરો દ્વારા દીપમાળા પ્રગટાવી આ દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહમય બની ગયું હતું.

Share This Article