Friday, 29/03/2024
Dark Mode

ગરબાડામાં ભૂગર્ભ ગટરના એરવાલનું દુર્ગંધ મારતું દૂષિત પાણી રામનાથ તળાવમાં જવાથી તળાવનું ચોખ્ખું પાણી દુષિત થવાની સેવાતી ભીતિ..

September 18, 2021
        1067
ગરબાડામાં ભૂગર્ભ ગટરના એરવાલનું દુર્ગંધ મારતું દૂષિત પાણી રામનાથ તળાવમાં જવાથી તળાવનું ચોખ્ખું પાણી દુષિત થવાની સેવાતી ભીતિ..

વિપુલ જોષી :- ગરબાડા 

ગરબાડામાં ભૂગર્ભ ગટરના એરવાલનું દુર્ગંધ મારતું દૂષિત પાણી રામનાથ તળાવમાં જવાથી તળાવનું ચોખ્ખું પાણી દુષિત થવાની સેવાતી ભીતિ..

 આજ તળાવમાં પીવાના પાણીના બે કુવા પણ આવેલા છે જેમાં આસપાસના ગામોના હજારો લોકો પીવાનું પાણી ઉપયોગમાં લે છે

ગરબાડા તા.18

ગરબાડા ખાતે કરોડોના ખર્ચ કર્યા બાદ પણ અધૂરી એવી ભૂગર્ભ ગટર યોજના નો હવાલો ગ્રામ પંચાયત દ્વારા લઈ લેવામાં આવ્યો છે તો બીજી તરફ આ અધૂરી યોજનાની યોગ્ય દેખરેખ ન કરાતા ગરબાડા ના રામદેવપીર જીના મંદિર પાસે આવેલ ભૂગર્ભ ગટરના એરવાલ માંથી ગટરનું દુર્ગંધ મારતું દૂષિત પાણી અવિરત સીધું ગામના રામનાથ તળાવમાં જઈ રહ્યું છે આ તળાવને કનેક્ટ  બે પીવાના પાણીના કૂવા પણ આવેલ છે જેમાંથી ગરબાડા શહીદ આસપાસના અનેક ગામોના હજારો લોકો પીવાનું પાણી પીવે છે હાલમાં દૂષિત પાણી તળાવમાં જઈ રહ્યું છે સંબંધિત તંત્ર દ્વારા તળાવમાં જતી આ ગંદકી અટકાવવામાં આવે તે અતિ આવશ્યક બાબત બની છે ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ જણાવે છે કે યોજનાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે માટે હવાલો લીધો છે તો શા માટે જૂની ગટરોની સફાઈ કરવામાં આવે છે શા માટે જૂની ગટરો બંધ કરવામાં નથી આવતી શા માટે જૂની ગટરો ની સફાઈ પાછળ હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે  ભૂગર્ભ ગટર સફળ ગઈ હોય તો શા માટે ગામમાં હાઉસ કનેક્શન આપવામાં નથી આવતા અને યોજના વ્યવસ્થિત ચલાવવામાં નથી આવતી આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે જે જોતા ગ્રામ પંચાયતના માથે આ યોજના મારવામાં  આવી હોય તેવું લાગી રહ્યું છે

 પ્રસ્તુત તસવીરમાં રામદેવ પીર જી મંદિર પાસે ભૂગર્ભ ગટરના એર વાલ માંથી દૂષિત પાણી તળાવમાં જઈ રહ્યું છે જે દ્રશ્યમાન થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!