
વિપુલ જોશી :- ગરબાડા
-
ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા આઠ દિવસ માટે સ્વેચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ
-
ગરબાડા ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી વચ્ચે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો
-
ગરબાડા પંથકમાં આવતીકાલથી આઠ દિવસના સ્વૈચ્છિક લોક ડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ વાણિજ્ય પ્રવૃત્તિઓ બંધ રહેશે.
-
સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે
ગરબાડા તા.11
કોરાનાની માહામારી ના વધતાં જતાં સંક્રમણને અટકાવવા માટે ગરબાડા મામલતદાર ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીની મીટીંગ યોજાઇ હતી.જેમાં તારીખ ૧૨ થી આઠ દિવસ માટે સ્વેચ્છિક લોકડાઉન માટેની માઇક ફેરવીને જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દૂધ અને શાકભાજી સવારના નવ વાગ્યા સુધી વેચી શકાશે. ત્યારબાદ મેડિકલ અને દવાખાના સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખવા માટે જણાવ્યું હતું જે કોઈ વેપારી ગ્રામ પંચાયતની આ જાહેરાતનું ઉલ્લંઘન કરશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગરબાડા સરપંચ અશોકભાઈ તેમજ ગરબાડા પીએસઆઇ જાદવ અને તેમનો સ્ટાફ જ્યાં પણ વધુ ભીડ હોય ત્યાં પહોંચી જાય છે.અને નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવે છે પરંતુ અમુક લોકો હાલમાં પણ આ મહામારી ની નોંધ ગંભીરતાથી ન લેતા હોવાનું જોવા મળી રહ્યું છે.