Saturday, 20/04/2024
Dark Mode

ગરબાડામાં મહાદેવ મંદિર તળાવની પાળ પર ગંદકી તથા અસામાજીક તત્વો બાબતે સલગ્ન તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતાં મામલો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યો..

September 18, 2021
        1654
ગરબાડામાં મહાદેવ મંદિર તળાવની પાળ પર ગંદકી તથા અસામાજીક તત્વો બાબતે સલગ્ન તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતાં મામલો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યો..

વિપુલ જોષી :- ગરબાડા 

ગરબાડામાં મહાદેવ મંદિર તળાવની પાળ પર ગંદકી તથા અસામાજીક તત્વોનો ત્રાસ દૂર કરવા વારંવાર રજૂઆત બાદ પણ પરિણામ ન મળતા ગ્રામજનો દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત 

અગાઉ ગ્રામજનોએ આ બાબતે ગરબાડા ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિત જાણ કરી હોવા છતાં પણ પરિણામ શૂન્ય

ગરબાડા તા.18

 ગરબાડા રામનાથ તળાવની પાળ પાસે ડુંગર ઉપર મહાદેવ નું  પ્રાચીન મંદિર આવેલું છે . આ મહાદેવ મંદિર ઉપર ગામના તેમજ આજુ – બાજુના ગામો માંથી અનેક ભકતોની અવર – જવર દર્શન માટે રહે છે . પરંતુ આ મંદિરની નીચેના ભાગમાં ગ્રામ – પંચાયતના કોમ્યુનિટી હોલની આ ડમાં સાઈડ ઉપર તેમજ પાછળના ભાગે લોકો કુદરતી હાજતે જઇ ને ખૂબજ ગંદકી કરી જાય છે  તેમજ આ રસ્તા ઉપર ગામડાના લોકો ઝઘડાના સમાધાન કરવા ( ભીડા કરવા ) માટે ભેગા થાય છે . તેઓ પણ ત્યાં જાહેરમાં ગંદકી કરે છે . ઘણીવાર લેડીસોને દુર ઉભુ રહેવુ પડે છે  જેના લીધે લોકોની લાગણી દુભાય છે . તેમજ અમુક ગામડાના છોકરા – છોકરીઓ પણ ત્યા આગળ – અસામાજીક કાર્યો કરતા જણાય છે . જેના લીધે પણ મંદિરે આવતા લોકોની લાગણીને ઠેસ પહોચે છે .

 તેમજ તળાવની અંદર પણ મોટા પ્રમાણમાં ગંદકી આવા અસામાજીક લોકો દ્વારા કરવામાં આવે છે . વધુમાં આ રસ્તા સિવાય અન્ય કોઈ બીજો માર્ગ મંદિરે જવા માટે ન હોય તેમજ મહાદેવ મંદિરમાં પાછળના ભાગે ગ્રામ પંચાયત દ્વારા આખા ગામનો કચરો જાહેરમાં ઠાલવવામાં આવે છે જે ખસાવવા માટે ઉપલી કચેરીઓમાં તેમજ ગ્રામ પંચાયત ઓફીસમાં વારંવાર રજુઆત કરવામાં આવેલ  

 પરંતુ તેની કોઈ અસર આજદિન સુધી થયેલ નથી આ મહાદેવ મંદિરમાં મોટા પ્રમાણમાં ભકતોની અવર – જવર રહેતી હોઈ જે જાહેરમાં નાખેલા કચરા દ્વારા રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવાઈ રહી છે . તેમજ નવાગામ ના માણસો તથા ખારવા ગામના માણસોને આ કચરાના ઢગલાની પાસેથી પસાર થવાનું થાય છે . કારણ કે આ કચરો ડામર રોડની બાજુમાં નાખવામાં આવે છે . અને ત્યાંથી આ તમામ લોકોને નિકળવાનું થાય છે . જેથી આ કચરાનો કાયમી ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડી નિકાલ કરવા  નું જણાવ્યું છે  તે સિવાય ઉપરોકત સમસ્યાઓનુ તાકિદે નિરાકરણ કરવામાં નહી આવે તો  ગ્રામજનો દ્વારા ગાંધી સિંધ્યા માર્ગે આંદોલનો કરવાની ફરજ પડશે   તેવો પણ ઉલ્લેખ ગ્રામજનો દ્વારા સ્વાગત કાર્યક્રમમાં   કરેલ રજૂઆતમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આવી કોઈપણ બાબતે કોઈ જાગૃત નાગરિક કહેવાય છે તો તેને ઘર્ષણમાં ઉતરવું પડે છે

બોક્સ 

રામનાથ મહાદેવ મંદિર પાસેથી કચરા ડેપો હટાવવા માટે વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરી હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સ્થાન ઉપર કચરો ડેપો હટાવવા ના બદલે રૂપિયા 5 લાખના ખર્ચે કોટ બનાવી દેવામાં આવ્યો છે તેટલા થી સંતોષ ન હતા હાલમાં આ જગ્યા ઉપર રૂપિયા એક લાખ ૬૫ હજારના ખર્ચે સેગ્રી કેશન સેડ પણ બનાવી દેવામાં આવ્યો છે જે જોતા ગ્રામ પંચાયતને કચરા ડેપો અહીંયાથી ખસેડવામાં કોઇ રસ નથી તેમ લાગી રહ્યું છે

મહાદેવ મંદિર પરિસર પાસે આવેલ કોમ્યુનિટી હોલ મામલે પંચાયત નીરસ: સ્થાનિક વહીવટી તંત્રની ઇચ્છાશક્તિના અભાવે અસમાજીક તત્વોને મોકળું મેદાન 

 મહાદેવ મંદિર પરિસરની પાસે આવેલ જર્જરિત કોમ્યુનિટી હોલને તોડવા માટે અંદાજે દોઢ બે વર્ષ પહેલા વહીવટી તંત્ર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો જેને તોડવામાં પણ ગ્રામ પંચાયતને કોઇપણ જાતનો રસ ન હોવાનું જોવા મળી રહ્યું છે પરિણામે અહીંયા ન કરવાના કામો થઇ રહ્યા છે

 પ્રસ્તુત તસવીરમાં મંદિર પાસે ગ્રામ પંચાયત દ્વારા નાંખવામાં આવતો કચરો તથા નવીન બનાવવામાં આવેલ કોટ અને શેગ્રી કેસન સેડ દ્રશ્યમાન થાય છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!