
રાહુલ ગારી, ગરબાડા
ભાભરા ચોકડીથી રાજકોટના 2 સહિત 3 દારૂ સાથે ઝડપાયા
દાહોદ એલસીબીની ગરબાડામાં પેટ્રોલીંલંગમાં હતા . તે દરમિયાન બાતમી મળેલ કે ગરબાડા ભાભરા ચોકડી પર ત્રણ યુવકો થેલામાં દારૂ રાખી આપવા જવાના છે .જેથી તપાસ કરતાં યુવકો પાસે અલગ અલગ બેગ લઇને ઉભેલા જોવા મળતાં તેઓને કોર્ડન કરી રાજકોટના પારડીના રાકેશ હરસોડ , સાપર વેરાવળના ભરત પરમાર તથા મધ્યપ્રદેશના ડુગલાવાણીના માજુ બીલવાળનેપકડી પાડી તપાસ કરતાં દારૂનો જથ્થો મળ્યો હતો . પૂછપરછ કરતાં સેજાવાડાના ઠેકેદાર પાસેથી લાવી રાજકોટ ઘરે છૂટક વેચાણ કરવા માટે લઇ જતા હોવાનું જણાવ્યું હતું . થેલામાંથી દારૂ સહિત 40,868 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .