Thursday, 25/04/2024
Dark Mode

ગરબાડા મધ્યપ્રદેશથી થેલામાં વિદેશી દારૂ ભરી રાજકોટ ભણી જતા ત્રણ યુવકોને એલસીબી પોલીસે ઝડપ્યા.

August 21, 2022
        1522
ગરબાડા મધ્યપ્રદેશથી થેલામાં વિદેશી દારૂ ભરી રાજકોટ ભણી જતા ત્રણ યુવકોને એલસીબી પોલીસે ઝડપ્યા.

નીલ ડોડીયાર /રાહુલ ગારી :- દાહોદ

ગરબાડા મધ્યપ્રદેશથી થેલામાં વિદેશી દારૂ ભરી રાજકોટ ભણી જતા ત્રણ યુવકોને એલસીબી પોલીસે ઝડપ્યા.

પોલીસે ત્રણેય યુવકો પાસેથી 40,868 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગરબાડા પોલીસને સુપરત કર્યો:ગરબાડા પોલીસની પેટ્રોલિંગ તેમજ કામગીરી સામે પ્રશ્નાર્થ..??

ગરબાડા તા.21

દાહોદ જિલ્લાના ગરબાડા નગરની ભાભરા ચોકડી પર મધ્ય પ્રદેશના ઠેકા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ તરફ જતા ત્રણ યુવકોને દાહોદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો. મધ્યપ્રદેશ બોર્ડરથી ગુજરાતમાં વિદેશી દારૂ લઇ જતા રાજકોટના બે તેમજ એક મધ્યપ્રદેશનો મળી કુલ ત્રણ યુવકો એલસીબીના સાથે ઝડપાઈ જતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે.

 ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સીમિત હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડરથી બુટલેગર તત્વો વિદેશી દારૂ ને ગુજરાતમાં ઠાલવી ગુજરાતના યુવાઓને નશાના ગર્તામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વિદેશી દારૂની બધી ને કડક રીતે ડામી દેવા માટે દાહોદ જિલ્લા પોલીસ પણ સક્રિય બની અવારનવાર વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડતી હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક પોલીસની બિન અસરકારક તેમજ ઢીલી નીતિના કારણે બુટલેગર તત્વોને વિદેશી દારની હેરફેર માટે મોકળું મેદાન મળતુ હોય છે તે પણ એક વાસ્તવિકતા છે. તેવું જ કંઈક ગરબાડામાં પ્રતિત થઈ રહ્યું છે.

 રાજકોટના પારડીના રાકેશ હરસોડ, શાપર વેરાવળ ના ભરત પરમાર, તેમજ મધ્યપ્રદેશના ડુંગલા વાણીના માજુ બિલવાલ મધ્યપ્રદેશના સેજાવાડા ખાતે આવેલા વિદેશી દારૂ ના ઠેકા કા ઉપરથી થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટ જવા માટે સેજાવાડાથી ગરબાડા તાલુકાની ભાબરા ચોકડી ઉપર આવ્યા હતા.તેઓ રાજકોટ તરફ રવાના થાય તે પહેલા જ પેટ્રોલિંગમાં નીકળેલી દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત ત્રણેય યુવકોને ઝડપી થેલાઓની તલાસી લેતા તેમાંથી 40,868 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા દાહોદ એલસીબી પોલીસે મુદ્દા માલ સાથે ત્રણેય યુવકોની અટકાયત કરી પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવા માટે ગરબાડા પોલીસ મથકે સુપ્રત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બુટલેગરોની જેમ હજી કેટલાય બુટલેગરો મધ્યપ્રદેશ બોર્ડરથી અલગ અલગ કિમીયા અજમાવી વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે..? એક મોટો સવાલ છે. આવા બનાવોમાં સ્થાનિક પોલીસથી આવા પ્રકારના બુટલેગરોને ઝડપી પાડવામાં ચુક કેવી રીતે થાય છે.? દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડતી હોય તો ગરબાડા પોલીસ ને પેટ્રોલિંગ દરમિયાન આવા બુટલેગર તત્વો કેમ છટકી જાય છે. શું સ્થાનિક પોલીસના બાતમીદારોનું નેટવર્ક નબળું થઇ રહ્યું છે.તેવા ઘણા બધા સવાલો ગરબાડા સહિત પંથકના અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.હાલ ઉપરોક્ત મામલે ગરબાડા પોલીસે ત્રણેય બુટલેગરો વિરુદ્ધ પ્રોબિશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!