
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મામલતદાર અનીલ જાદવની બદલી તથા તેઓનો વિદાય સમારંભ પાટાડુંગરી ખાતે યોજાયો
ગરબાડા તા.15
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા અનિલ જાદવ ની અંજાર ખાતે બદલી થતાં તેઓનો વિદાય સભારંભ ગરબાડા તાલુકાના પાટાડુંગરી ગામ ખાતે યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ગરબાડા તાલુકા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તેમજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ અને ભીલવા ગામના સરપંચ સહિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જેમાં અભલોડ ગામના સરપંચ વરસીંગભાઈ ભાભોર દ્વારા આદિવાસી પરંપરા ગત તેઓની આગવી ઓળખ પાઘડી અને બંડી પહેરાવી તેઓનો અભિવાદન કર્યું હતું જેમાં ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ દ્વારા હાથ માં તીરકામઠું આપી તેઓનું સન્માન કર્યું હતું મામલતદાર અનીલ જાદવ ગરબાડા ખાતે 9 મહિના જેટલી ગરબાડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવી હતી.