
સુભાષ એલાણી :- દાહોદ
ગરબાડા તાલુકાના જામ્બુવામાં પાણી પુરવઠાને લાઇનનું ખોદકામ કરતા મજૂરો સાથે મારામારી: પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જામ્બુંઆ ગામે કેટલાંક વ્યક્તિઓ પાણી પુરવઠાની લાઈનનું હીટાચી મશીનની ખોદકામ કરી રહ્યાં હતાં ત્યારે ત્રણ જેટલા ઈસમા ત્યાં આવી બેફામ ગાળો બોલી, ખોદકામ કેમ કરી રહ્યાં છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ખોદકામ કરી રહેલ વ્યક્તિઓને ગડદાપાટ્ટુના માર મારી એકના ખિસ્સામાંથી રૂા.૬૦૦ બળજરીપુર્વક કાઢી લઈ મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પાલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
#Paid pramotion
Contact us :-The New Achiever Prescience School
ગત તા.૦૫ ઓગષ્ટના રોજ રાહુલ આર. રાધાકૃષ્ણ આર. નાયર (રહે. દાહોદ, બાપુ નગર, હ્યુનડાઈ શો – રૂમની પાછળ) અને તેમની સાથે અન્ય માણસો ગરબાડા તાલુકાના જામ્બુંઆ ગામે પાણી પુરવઠાની લાઈનનું હીટાચી મશીનથી ખોદકામ કરી રહ્યાં હતાં. આ દરમ્યાન ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે રહેતાં સબુરભાઈ કાળુભાઈ મેડા, નીલેશભાઈ દિનેશભાઈ મેડા અને શૈલેષભાઈ કેશવભાઈ મેડા ત્રણેય જણા રાહુલભાઈ તથા ખોદકામ કરી રહેલ માણસો પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો અહીં ખોદકામ કેમ કરો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાયાં હતાં અને રાહુલભાઈ તથા તેમની સાથેના કામ કરેલ રહેલ માણસોને ગડદાપાટ્ટુનો માર મારી તેમજ છુટ્ટા પથ્થરો મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે રાહુલ આર. રાધાકૃષ્ણ આર. નાયરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
—————————————