
રાહુલ ગારી, ગરબાડા
બીઆરસી ભવન ગરબાડા ખાતે કલા ઉત્સવ અંતર્ગત જુદી જુદી શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમનું સન્માન કરવામાં આવ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ ગરબાડા બીઆરસી ભવન ખાતે કલા ઉત્સવ અંતર્ગત તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓની અંદર જુદી જુદી સ્પર્ધાઓ થઈ હતી જેમાં પ્રથમ નંબર બીજો નંબર અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો જેમાં ગરબાડા તાલુકા લાયઝન ઓફિસર એફ બી ગણાવા સાહેબ તેમજ ગરબાડા તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ ઉપરાંત બીઆરસી પ્રિયકાન્ત ગુપ્તા સહિત સંઘના પ્રમુખ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો