
રાહુલ ગારી, ગરબાડા
તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે રક્ષાબંધન પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી.
રક્ષાબંધન પર્વ એટલે ભાઇ બહેન નો પવિત્ર તહેવાર જ્યાં બહેન ભાઈ ની કલાઈ પર રાખી બાંધે છે.મીઠાઈ ખાવડાવી ને મોઢું મીઠું કરે છે
આજ રોજ ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન ગણાવા દ્વારા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ તાલુકા પંચાયત ના જુદા જુદા વિભાગ ના કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ માજુભાઈ ભાભોર , પટેલ સાહેબ અને તાલુકા પંચાયત ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા