Sunday, 06/07/2025
Dark Mode

ગરબાડા: મરણ પામેલી નવજાત બાળકીનું દાહોદ નગરપાલિકા દ્વારા દફનવિધિ કરાઈ પોલીસે સમગ્ર મામલામાં પાંચ ઈસમો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી.

August 6, 2022
        2427
ગરબાડા: મરણ પામેલી નવજાત બાળકીનું દાહોદ નગરપાલિકા દ્વારા દફનવિધિ કરાઈ     પોલીસે સમગ્ર મામલામાં પાંચ ઈસમો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી.

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક/ રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા: મરણ પામેલી નવજાત બાળકીનું દાહોદ નગરપાલિકા દ્વારા દફનવિધિ કરાઈ

ગરબાડા: મરણ પામેલી નવજાત બાળકીનું દાહોદ નગરપાલિકા દ્વારા દફનવિધિ કરાઈ પોલીસે સમગ્ર મામલામાં પાંચ ઈસમો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી.

પોલીસે સમગ્ર મામલામાં પાંચ ઈસમો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી.

પોલીસે નવજાત બાળકીની જનેતા, નાના-નાની તેમજ પ્રસુતિ કરાવનાર અને બે મહિલાઓ મળી કુલ પાંચ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી..

ગરબાડા: મરણ પામેલી નવજાત બાળકીનું દાહોદ નગરપાલિકા દ્વારા દફનવિધિ કરાઈ પોલીસે સમગ્ર મામલામાં પાંચ ઈસમો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી.

દાહોદ તા.૦૬

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામેથી બે દિવસ પહેલા એક ૨ દિવસની નવજાત બાળકી ૪૦ ફુટ ઉંડા ખાલી કુવામાંથી મળી આવ્યાં બાદ પોલીસે તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં બીજા દિવસે નવજાત બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે નવજાત બાળકીને દાહોદ નગરપાલિકા દ્વારા દફન વિધિ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કુલ પાંચ આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

ભે ગામના ચકચારી બનાવમાં ૨ માસની નવજાત બાળકીને તેની ૧૯ વર્ષીય અપંગ યુવતીએ ગર્ભમાં રાખી હતી અને પ્રસૃતિ કરાવ્યાં બાદ તેણીને ગામમાં આવેલ એક ૪૦ ફુંટ ઉંડા ખાલી કુવામાં ઝોડી મુકી હતી. સમગ્ર મામલે પોલીસ તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરતાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, ૧૯ વર્ષીય યુવતી મધ્યપ્રદેશની રહેવાસી હતી જે તે સમયે યુવતીને કોઈક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે સમાજ પંચ રાહે આ મામલાને ગામમાં જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ યુવતીને ભે ગામે તેના સંબંધીને ત્યાં મોકલી આપી ત્યાર સુધી પરિવારને કંઈ પણ ખબર ન હતી કે યુવતી ગર્ભવતી છે. સમય વિતતો ગયો અને યુવતી ગર્ભવતિ હોવાનું પરિવારજનોની સામે આવતાં યુવતીના માતા – પિતા દ્વારા આ યુવતીની પ્રસૃતિ ઘરમાં જ કરાવી હતી.અને ત્યાર બાદ નવજાત બાળકીને ગામમાં આવેલ પાણી વગરના કુવામાં છોડી મુકી હતી. સમગ્ર મામલે પોલીસે યુવતી, તેના માતા પિતા અને પ્રસૃતિ કરાવનાર બે વ્યક્તિઓ મળી કુલ પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે ખરેખર દુષ્ક્મનો ભોગ બનેલ યુવતી સાથે જે યુવકે દુષ્કર્મ આચર્યું હશે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી યુવકના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં હોવાનું પણ કહેવાઈ રહ્યું છે બીજી તરફ મૃત પામેલ નવજાત બાળકીને પરિવારજનોએ સ્વીકારવાની ના પાડી દેતાં દાહોદ નગરપાલિકા દ્વારા મૃત બાળકીને પોલીસની હાજરીમાં દફન કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!