
રિપોર્ટર : રાહુલ ગારી ગરબાડા
ગરબાડા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ભવ્ય જીત બદલ સાંસદની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો..
ભારતના રાષ્ટ્રપતિ પદે આદિવાસી ઉમેદવાર દ્રોપદી મુર્મુની ભવ્ય જીત થતા દાહોદ ના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિહ ભાભોરના અધ્યક્ષતામાં જેસાવાડા ખાતે ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
-> ભારતના 15મા રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈએ ચુંટણી યોજાઈ હતી. જેમા એન.ડી.એ. ના આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મુ ની ભવ્ય અને ઐતિહાસીક જીત થતા સમગ્ર દેશના આદિવાસી સમાજમા ઉત્સાહનો માહોલ છવાયો હતો, અને ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે આજે દાહોદ ના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિહ ભાભોરના અધ્યક્ષતામાં જેસાવાડા ખાતે નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમા સાંસદ જસવંતસિહ ભાભોરે આદિવાસીને દેશના સર્વોચ્ચ હોદ્દા પર નિયુકત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો, આ કાર્યક્રમ મા દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લાના પાર્ટી પ્રમુખ શકરભાઈ અમલિયાર ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ પર્વતભાઈ ડામોર ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા સહિત જીલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો ભાજપના કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગરબાડા તાલુકા પાટે પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ દ્વારા જશવંતસિંહ ભાભોર સાહેબને પાઘડી પહેરાવી અને હાથમાં તીરકામઠું આપે તેમનું અભિવાદન કર્યું હતું