
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા ના બોરીયાળી ગામના એસ આર પી જવાનનું લાંબી માંદગીના બાદ નિધન: ગાર્ડ ઓફ ઓનરની સાથે અંતિમ સંસ્કાર કરાયા…
ગરબાડા તા.28
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બોરીયાળી ગામ ના એસઆરપી ગૃપ પાવડી ખાતે ફરજ બજાવતા બીલવાળ કમલેશભાઈ માનસિંગભાઈ છેલ્લા બે મહિનાથી બીમાર હતા અને તેઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી જેમાં ગત રોજ લાંબી માંદગીના કારણે નિધન થયું હતું જે નીધન ના સમાચાર સાંભળીને એસ.આર.પી ગૃપ પાવડી માં ગમગમી છવાઈ ગઈ હતી જેઓને આજ રોજ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ ક્રિયા તેઓના વતન બોરિયાળી ગામ ખાતે કરવામાં આવી હતી.