સુમિત વણઝારા
ગોધરા ખાતે યોજાયેલા વડોદરા વિભાગ સહકાર ભારતી ના “સહકાર સે સમૃદ્ધિ” સેમિનાર માં ગરબાડા BJP ના મહામંત્રી ઉપસ્થિત રહ્યા
પ્રાપ્ત માહિતી મળ્યા મુજબ *સહકાર ભારતી વડોદરા વિભાગ ના અને પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક* ના સંયુક્ત ઉપક્રમે સહકાર ક્ષેત્રમાં કાર્યરત એવી સેવા સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ ના ચેરમેન અને સેક્રેટરીઓ માટે *”સહકારથી સમૃદ્ધિ”* વિષય ઉપર સેમિનારનું આયોજન પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના કોમ્યુનિટી હોલ માં આયોજિત થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આ સેમિનારમાં વડોદરા વિભાગમાં આવતા આઠ જિલ્લાઓ પૈકી ત્રણ જિલ્લાઓના સેવા સહકારી મંડળીના અને દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી ની ઉપસ્થિતિ રહી હતી જેમાં સેવા સહકારી મંડળીના ૧૨ જેટલા ચેરમેનો અને દૂધ મંડળીઓના 67 જેટલા ચેરમેન અને ડિરેક્ટરો ની ઉપસ્થિત રહી હતી અને આ ત્રણ જિલ્લાઓ માં દાહોદ , પંચમહાલ , મહીસાગર જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા
આ સહકારી ક્ષેત્રના સેમિનારમાં વિશેષ કરીને સાબરકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અને સહકાર ભારતી પ્રદેશના ઉપાધ્યક્ષ એવા શ્રી મહેશભાઈ પટેલ તેમજ સાથે સહકાર ભારતીય પ્રદેશ સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલે જી તથા રશેશ ભાઈ શાહ દ્વારા વિષય ઉપર મુખ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સહકાર ભારતીય ના વડોદરા વિભાગના સંયોજક નીતિનભાઈ સોની , ગુજરાત પ્રદેશ સહકાર ભારતી ના દાહોદ જિલ્લાના જિલ્લા મંત્રી શ્રી હિતેશ ભાઈ સોલંકી સહકાર ભારતી ના મહીસાગર જિલ્લા અધ્યક્ષ બાલું ભાઈ પટેલ, તથા ભુલાભાઈ , મહીસાગર જિલ્લાના સરકાર ભારતીય ના મંત્રી યતિનભાઈ મહેતા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશેષ કરીને પંચમહાલ જિલ્લા કાર્યવાહ આર.એસ.એસ ના શ્રી નિલેશભાઈ બારીયા તેમજ પંચમહાલ જિલ્લા સંઘ ચાલક આર.એસ.એસ.ના રાજેશભાઈ જોશી, પંચમહાલ જિલ્લા ખરીદ-વેચાણ આ સંઘના પ્રમુખ ચંદ્રસિંહ રાઉલજી તથા ઉપેન્દ્ર, સિંહ જાદવ ખુમાનસિંહ ચૌહાણ વગેરેની સેમિનારમાં ઉપસ્થિતિ રહી હતી