
રાહુલ ગારી, ગરબાડા
અંજાર સાપેડા નજીક બે લાખ રૂપિયાની લૂંટ કરનાર વડવાના 48 વર્ષીય આરોપીને કસ્ટડીમાં મૃત્યુ થતાં એસપીને રજુઆત કરાઈ
છગનના મોટાભાઈ કાળીયાભાઈ ભાભોરે અંજાર પોલીસના ઢોર મારથી તેના ભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. અને તે એના ગ્રામ જનો અને ગામ ના સરપંચ સાથે એસ.પી. કચેરીએ દોડી આવ્યા હતા અને અંજાર પોલીસ એ મારા ભાઈ ને ઢોર માર માર્યો અને ભાઈ નો મૃત્યુ થયું જેવા ગંભીર આરોપ અંજાર પોલીસ પર લગાડ્યા હતા. એસપીને કરેલી લેખિત રજૂઆતમાં કાળીયાભાઈએ આરોપ કર્યો છે કે,રવિવારે સવારે ૧૦ વાગ્યે તે છગનને મળવા ગયેલાં ત્યારે તે એક ખૂણામાં નગ્ન હાલતમાં ઊંધો પડ્યો હતો. તેને બોલાવતાં તે જમીન પર ઘસડાતો ઘસડાતો ભાઈ પાસે આવ્યો હતો, તેના માથામાં પાટો બાંધેલો હતો.મોટાભાઈએ પુછા કરતાં જ તે રડવા માંડ્યો હતો અને તેની સામે દાખલ થયેલાં લૂંટના ગુના સહિત અન્ય ગુના કબૂલવા માટે દબાણ કરીને પોલીસે તેને ઢોર માર માર્યો હોવાનું જણાવ્યું હતું. કપડાં લોહીથી ખરડાઈ ગયાં હોઈ પોલીસે ઉતારી લીધાં હોવાનું તેણે મોટાભાઈને જણાવ્યું હતું.આ બાબતે કાળીયાભાઈએ રજૂઆત કરતાં પોલીસે ‘ જે કહેવું હોય તે સોમવારે કૉર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કહેજો અને તમારા ભાઈને મળી લેજો ‘ તેમ કહી પોલીસે પોતાને ત્યાંથી કાઢી મૂક્યો હતો તેમ અરજીમાં જણાવાયું છે.પોલીસે કોઈને જાણ કર્યા વગર રવિવારે પોતાના ભાઈને અંજાર કૉર્ટમાં રજૂ કરી દીધો હતો તેમ જણાવી કાળીયાભાઈએ આરોપ કર્યો છે કે રીમાન્ડનો સમયગાળો સોમવારે પૂરો થતો હોવા છતાં પોલીસે શા માટે તેને આગલા દિવસે રવિવારે કૉર્ટ સમક્ષ રજૂ કર્યો હતો ? એવું તે વરી શુ કારણ હતું કે એક દિવસ પહેલા રજૂ કરવું પડ્યું.
હાલ છગનભાઈ ભાભોર ની બોડી જામનગર હોસ્પિટલ ખાતે પોસ્ટ મોટર્મ માં મૂકી દેવામાં આવી છે.