
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ખારવા ગામે ઇકો ગાડીના ચાલક દ્વારા ગાડી પુર ઝડપી હંકારી લાવી સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
દાહોદ અલીરાજપુર હાઇવે પર વાહન ચાલકોની બેદરકારી અને ગફલત ના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે
તા,૧૩ ગરબાડા
પ્રાપ્ત માહિતી અનુસાર જી જે ૧૬ બી.કે ૪૦૯૨ નંબરની ઈકો ગાડીનો ચાલક ગતરોજ રાત્રીના સમયે અલીરાજપુર હાઇવે પર દાહોદ થી ગરબાડા તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે ખારવા ગામે ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ ની સાઈડમાં આવેલ મકાન ને અથડાતાં મકાનની દીવાલ અને પતરા ને ખુબ નુકસાન થયું હતું સદભાગ્યે આ મકાનમાં કોઈ હાજર ન રહેતા જાનહાનિ ટળી હતી. કાર ચાલક તેમજ તેમાં સવાર વ્યક્તિઓને સામન્ય ઈજાઓ પહોંચી હતી.