
સુમિત વણઝારા
સ્લીપર કોચમાં રિઝર્વેશનવાળા મુસાફરોનેના બેસવા દેનાર એસટી કંડક્ટર સસ્પેન્ડ
દાહોદ તા.08
ઝાલોદથી ટંકારા જતી સ્લીપર કોચ વાળી એસ.ટી.બસમાં દાહોદ ડેપો ખાતે રિઝર્વેશન મેળવેલ ૧૫ જેટલા મુસાફરોને તે બસના કંડક્ટરે મનસ્વીપણે બેસવા નહી દેતા ભારે હોબાળો મચી જતા આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાતા તે બસના કંડકટરને એસ.ટી.ની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવું કૃત્ય કરવા સબબ મંગળવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા એસટી કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યાનું જાણવા મળ્યું છે . શનિવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે ઝાલોદ બસ સ્ટેશનથી ઉપડતી ૩૧ ૬૩ નંબરની ઝાલોદ ટંકારા સ્લીપર કોચ એસ.ટી.બસમાં ઝાલોદ ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા એમ .આઈ . સોઢા કંડક્ટર તરીકેની પોતાની ફરજમાં હાજર હતા તે દરમિયાન દાહોદ ફતેપુરા ખાતેથી ૧૫ જેટલા રિઝર્વેશન કરાવેલા મુસાફરોને તેઓએ મનસ્વી રીતે બસમાં બેસવા દીધા ન હતા જેથી આ મામલે મારે હોબાળો મચી જવા પામ્યો હતો અને આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવતા જે ફરિયાદને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા જવાબદાર કંડકટર એમ આઈ સોઢા એ એસટી તંત્રને જાણ ખરાબ લાગે તેવું કૃત્ય કર્યું હોવાનું જણાઈ આવતા આ સમગ્ર મામલામાં તેઓ સંપૂર્ણ જવાબદાર હોવાનું સ્પષ્ટપણે જણાતા ઝાલોદ એસટી ડેપોના મેનેજરે સદર ઝાલોદ ટંકારા એસટી બસના કંડક્ટર એમ આઈ સોઢા ને તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે તારીખ ૭-૬-૨૦૨૨થી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ ( ફરજ મોકૂફ ) કરવાનો લેખિત હુકમ કરી ફરજ મોકુફી દરમિયાન ડેપો મેનેજર દાહોદ સમક્ષ હાજરી પુરવાની રહેશે અને યોગ્ય સત્તાધિકારી ની પૂર્વ મંજૂરી વગર હેડ ક્વાર્ટર ન છોડવા જણાવતા એસટી કર્મચારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે .