
વિપુલ જોષી :- ગરબાડા
ગરબાડા નગરના ભક્તો દ્વારા રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં કરાતી કામગીરી તારીફે કાબીલ
હાલમાં મંદિર પટાંગણમાં કોટા સ્ટોન તથા મંદિર પરિસરમાં બેસવા માટે બાંકડા તથા ફ્લોરિંગની કામગીરી હાથ ધરાઈ
મંદિર પરિસરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની રજૂઆત પર ધ્યાન આપવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ
ગરબાડા તા.22
ગરબાડા પંથકમાં ફરવાલાયક સ્થળના નામે એકમાત્ર રામનાથ મહાદેવના મંદિરનું સ્થળ છે,જે રામનાથ તળાવના કિનારે ડુંગર પર આવેલું અતિ પૌરાણિક શિવ મંદિર છે . આ મંદિરની પાસે જ નારેશ્વરના સંત શિરોમણી પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ નું પણ મંદિર આવેલ છે . રંગ અવધૂત મહારાજે પોતાની હયાતીમાં આજ સ્થાન ઉપર રંગ જયંતિ ઉજવી હતી . ગરબાડા નગરના ભાવિક ભક્તો દ્વારા મહાદેવ મંદિર પરિસરમાં દર ચાર છ મહિને નાની-મોટી કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે હાલમાં મંદિર પટાંગણમાં કોટા સ્ટોન તથા મંદિર પરિસરમાં બેસવા માટેના બાંકડાઓ ની વ્યવસ્થા તથા ફ્લોરિંગ ની કામગીરી ચાલી રહી છે અગાઉ અહીંયા પતરાનો શેડ પણ બનાવવામાં આવ્યો છે કુદરતી માહોલની સુંદરતા ધરાવતા મંદિર તથા તેના આસપાસના વિસ્તારને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે સ્થાનિકો દ્વારા અગાઉ સુધીરભાઈ લાલપુરવાળાને રજૂઆત કરી હતી.જેના પરિણામે જે તે સમયે જિલ્લાના સમાહર્તા સહિતની ટીમ દ્વારા આ સ્થળ ની મુલાકાત પણ લેવામાં આવી હતી અને કઈ રીતે આ સ્થળને વિકસાવવા મા આવે તે બાબતની વિસ્તારથી ચર્ચા કર્યા બાદ તાલુકા પંચાયત બાંધકામ શાખાના એન્જિનિયર દ્વારા તેના પ્લાન એસ્ટીમેન્ટ સાથેની ફાઈલ એક નહીં પણ બબ્બે વાર જિલ્લા પંચાયત આર.એન્ડ.બી શાખામાં આપવામાં આવી હતી . તેમજ જિલ્લાના સ્થાનિક નેતાઓને પણ આ બાબતની રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ પરિણામ શૂન્ય છે વહેલી તકે રામનાથ મહાદેવ મંદિર પરિસરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી પર ધ્યાન અપાય તેવી પ્રબળ લોકમાંગ છે
ગરબાડા ના રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં બેસવા માટેના બાંકડાઓ તથા ફ્લોરિંગ ની કામગીરી કરાઈ રહી છે જે દ્રશ્યમાન થાય છે