
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા નગરમાં વણિક સમાજ દ્વારા નીકળેલ રામ રવાડી ની શોભાયાત્રા નીકળી
ડી.જે. ના તાલે અને રાસ ગરબા સાથે વણિક સમાજના ભાઈ બહેનો દ્વારા નગરમાં કાઢેલ રામ રવાડીની શોભાયાત્રા
ફતેપુરા તા.17
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર ના વણિક સમાજ દ્વારા રામ રવાડી ની શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પરથી કાઢવામાં આવી હતી જળ ઝીમનીએકાદશીનો રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા ડીજેના તાલે અને રાસ ગરબા રમઝટ સાથે વણિક સમાજના ભાઇ-બહેનો નગરના વિવિધ માર્ગો જેવા કે મેન બજાર હોળી ચકલા ઝાલોદ રોડ થઈને નગરમાં આવેલ મંદિર આગળ સમાપ્ત થયેલી વણિક સમાજ દ્વારા કોરોના ગાઈડ લાઈન નું પાલન કરતા હુઆ રામવાડી ની શોભાયાત્રા ફતેપુરા નગરમાં કાઢવામાં આવેલ હતી વણિક સમાજના લોકોએ પોતાના કામધંધા બંધ રાખી આ શોભાયાત્રામાં વણિક સમાજના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા