
શબ્બીર સુનેલવાલ :- દાહોદ
ધારાસભ્ય જગદીશભાઈ પંચાલની રાજ્યકક્ષાના મંત્રી તરીકે વરણી થતા ફતેપુરા પંચાલ સમાજ દ્વારા ફટાકડા ફોડી મિઠાઇ ખવડાવીને ઉજવણી કરવામાં આવી
નિકોલ અમદાવાદના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વરણી થઈ
ફતેપુરા તા.16
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ટીમમાં પંચાલ સમાજ ના નિકોલ અમદાવાદ ના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ ની રાજ્યકક્ષાના મંત્રી તરીકે વરણી થતા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના પંચાલ સમાજ માં અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળતો હતો પંચાલ સમાજ ના લોકો અંબાજી માતાના મંદિર આગળ ભેગા મળી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઇ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.