
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ફતેપુરા તા. 03
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માં આવેલ ફતેપુરા સંકલિત બાલ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે પોષણ માસ ની માસની ઉજવણી ના ભાગરૂપે સંકલિત બાલ વિકાસ યોજના અધિકારી કોમલ બેન દેસાઈ ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોમાં જઈને આંગણવાડી કેન્દ્રોમાં કેન્દ્રના પટાંગણમાં સરગવા જામફળ આમળા દાડમ જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છ cdpo બેન દ્વારા કરેલ વાવેતરનું રોપાઓનું માવજત કરવા અને સમય સમય પર રોપાઓ ને પાણી નાખી ઉછેરવા માટે આંગણવાડી વર્કર બહેનો ને અનુરોધ કર્યો હતો ને ઉપસ્થિત લાભાર્થીઓને પોષણયુક્ત આહાર અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી cdpo બેન કોમલ બેન દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી રહેલ છે જેનો લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે